________________ 343 વષ્ટ પ્રસ્તાવ. ફળ છે ? સારું કે નરસું ભેજન પેટમાં ગયા પછી તે સર્વ સરખું જ છે. પરંતુ મારૂં મને વાંછિત જ્યારે પૂર્ણ થશે ત્યારે હું મારા આત્માને કૃતાર્થ માનીશ.” એમ કહીને તે મન રહી. * આ પ્રમાણે હમેશાં ઈચ્છિત ભેજન મળવાથી તે વહુઓ આશ્ચર્ય પામી. તેથી ત્રણે વહુઓએ એકદા સાસુને પૂછ્યું ક–“હે માતા ! અમને હમેશાં પણાને ઉચિત એવું ઉત્તમ * ભજન કેમ આપે છે અને આ શીલમતીને નિરંતર ખરાબ ભજન કેમ આપ છો ? તેનું કારણ શું છે ? " ત્યારે સાસુએ . કહ્યું કે –“તમે કોઈ વખત કોઈ ઠેકાણે ભેજનની વાંછાની વાત કરી હશે, તે ઠેકાણે તમારા સસરા પણ ઉભા હતા, તેણે તમારી વાત સાંભળીને મને કહી, અને તેના કહેવાથી હું તમને વાંછિત ભોજન આપું છું.” આ વાત સાંભળી શીલમતીનું મુખ કાંતિ રહિત થઈ ગયું. રાત્રિએ એકાંતમાં તેણીને શ્યામ મુખવાળી જોઈ શૂરપાળે પૂછયું કે–“હે પ્રિયા ! તું આજ ઉદ્વેગવાળી કેમ દેખાય છે? શું માતા તને અવજ્ઞાથી ભેજન આપે છે? અથવા તે કાંઈ તેના અવિનય કર્યો છે? કે તે માતાનું કાંઈ અનિષ્ટ કર્યું છે?” ત્યારે તે બોલી કે –“હે સ્વામી ! તમારી પાસે મારે કાંઈ પણ ગુપ્ત નથી, પરંતુ તેમાં શું કહેવું ? એમ ઘારી તમને મેં કહેલું નથી. " તે સાંભળી ભત્તરે તેને આગ્રહપૂર્વક પૂછયું, ત્યારે તેણુએ પોતાના મનોરથની વાર્તા પહેલેથી છેવટ સુધીની જેવી હતી તેવી તેની પાસે કહી બતાવી. તે સાંભળી શૂરપાળે મનમાં વિચાર્યું કે –“અહો! મારા માતા પિતાની મૂર્ખાઈ કેવી છે?- આવી રન જેવી સ્ત્રીને તેમણે પરાભવ કર્યો ! અહા ! આ મારી પ્રિયાના મનોરથ પ્રશસ્ત છે. સર્વ સ્ત્રીઓમાં આ સ્ત્રી જ પ્રશંસા કરવા લાયક છે. તેથી હું દેશાંતર જઈને આ પ્રિયાનું વાંછિત સિદ્ધ થાય એવું કાર્ય કર્યું. - એમ વિચારીને શૂરપાળ દેશાંતર જવાની પ્રિયા પાસે રજા માગી કે—–“ હ પ્રિયા ! તું ઉગ કરીશ નહીં. હું દેશાંતરમાં જઈ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust