________________ શ્રી શાતિનાથ ચરિત્ર. અહીં ઉત્તર કુરુક્ષેત્રમાં શ્રીણ વિગેરે બંને યુગલિકે ત્રણ પલ્યોપમના આયુષ્યને પૂર્ણ કરી ધર્મ દેવલોકમાં ત્રણ પલ્યો૫મના આયુષ્યવાળા દેવ થયા. - ઇતિ ગાઘબંઘ શ્રી શાંતિનાથ સ્વામીના ચરિત્રનું પ્રથમ ત્રણ ભવના વર્ણનવાળા પ્રથમ પ્રસ્તાવનું ભાષાંતર. - દ્રિતીય પ્રસ્તાવિ. આજ ભરતક્ષેત્રના વૈતાઢ્ય પર્વત ઉપર ઉત્તર શ્રેણીના અલંકાર રૂ૫ રથનૂપુરચક્રવાલ નામનું નગર છે. તેમાં જવલનટી નામનો વિદ્યાધર રાજા રાજ્ય કરતો હતે. તેને વાયુવેગ નામની પત્ની હતી. તેની કુક્ષિથી ઉત્પન્ન થયેલો અર્ક (સૂર્ય) ના સ્વમથી સૂચિત અર્કકીર્તિ નામે તે રાજાને પુત્ર હતો. તે યુવાવસ્થાને પાપે ત્યારેતેના પિતાએ તેને યુવરાજપદે સ્થાપન કર્યો. ત્યાર પછી તે રાજાને ચંદ્રની રેખાના ઉત્તમ સ્વમથી સૂચવેલી એક પુત્રી થઈ. તેનું સ્વયંપ્રભા નામ પાડ્યું. તે અનુક્રમે વૃદ્ધિ પામી. - એકદા તે નગરના ઉદ્યાનમાં અભિનંદન અને જગતનંદન નામના બે શ્રેષ્ઠ વિદ્યાધર મુનિએ આવ્યા. તેમની પાસે ધર્મદેશના સાંભળીને સ્વયંપ્રભા કન્યા શુદ્ધ સામાચારી સહિત શ્રાવિકા થઈ ત્યાર પછી તે મુનિવરોએ ત્યાંથી અન્યત્ર વિહાર કર્યો. એકદા તે સ્વયંપ્રભા એ પર્વને દિવસે પૈષધવત ગ્રહણ કર્યું. શુદ્ધ રીતે પિષધવ્રતનું પાલન કરી પારણાને દિવસે પ્રાત:કાળે ગૃહપ્રતિમાનું પૂજન કરી તે કન્યાએ તેની શેષા લઈ પિતાને આપી. રાજાએ તે શેષા પિતાના મસ્તસ્પર ચડાવી, પછી પુત્રીને ઉત્સંગમાં બેસાડી. તેનું રૂપ અને વય જોઈ તે મનમાં વિચાર કરવા લાગ્યું કે આ મારી પુત્રી વરને એગ્ય થઈ છે. આને યોગ્ય વર કેણ હશે? કહ્યું છે કે - . 1 હવણજળ, Jun Gun Aaradhak Trust P.P. Ac. Gunratnasuri M.S.