________________ શ્રી શાંતિનાથ ચરિત્ર. * આ પ્રમાણે ધર્મકથા સાંભળીને ઝીણું રાજ પ્રતિબોધ પામ્યો. તેણે ગુરૂ પાસે સમક્તિ પૂર્વક શ્રાવકધર્મ અંગીકાર કર્યો. પછી સૂરિએ અન્યત્ર વિહાર કર્યો. શ્રીષેણ રાજા પોતાના રાજ્યને અને જૈનધર્મને યતથી પાળવા લાગ્યો. રાજાના જ ઉપદેશથી અભિનંદિતા નામની રાણુએ વિશેષ કરીને તે ધર્મ અંગીકાર કર્યો અને બીજી રાણી ભદ્રકપણું પામી. એકદા બળભૂ૫ નામના કેશાબના રાજાએ પોતાની શ્રીમતી રાણુથી ઉપ્તન્ન થયેલી શ્રીકાંતા નામની પુત્રીને શ્રી રાજાના પુત્ર ઇંદુષણને માટે સ્વયંવરા તરીકે મેકલી. તે વખતે તે કન્યાને અત્યંત રૂપવતી જોઈને ઈદુષણ ને બિંદુ બને રાજપુત્રો તેને પરણવાની ઈચ્છાથી દેવરમણ નામના ઉદ્યાનમાં બખ્તર પહેરીને પરસ્પર યુદ્ધ કરવા લાગ્યા. તેમને ઘણું જનોએ વાર્યા તે પણ તેઓ યુદ્ધથી વિરામ પામ્યા નહીં. આ સમયે અલ્પ કષાયવાળે, નિર્મળ મનવાળો, જિનેશ્વરની દઢ ભક્તિવાળા અને પ્રિય વચન બેલનાર શ્રીણ રાજા શત્રુની જેમ યુદ્ધ કરતાં અને પુત્રને યુદ્ધથી નિવર્તન કરવા સમર્થ થયે નહીં, એટલે તેણે વિચાર્યું કે અહો ! વિષયમાં લંપટપણું, કર્મનું વિચિત્રપણું અને મેહનું વિકસ્વરપણું કેવું આશ્ચર્યકારક છે તે જુઓ ! મહાબુદ્ધિશાળી અને મારા પુત્ર હોવા છતાં પણ એક સ્ત્રીને માટે આ બંને કેવું ચુદ્ધ કરે છે? હું તેઓના દુષ્ટ ચરિત્રથી લાજું છું, તેથી મારા સભાસને હું શી રીતે મારું મુખ બતાવી શકીશ? માટે હવે તે મારે મરવું એ જ એગ્ય છે. કહ્યું છે કે–પ્રાણ ત્યાગ કરે સારે, પણ માનને નાશ થાય તે સારું નહીં. કારણ કે મૃત્યુથી તે ક્ષણવાર જ દુઃખ થાય છે, અને માનભંગ થવાથી તે હંમેશાં દુ:ખ થાય છે.” આ પ્રમાણે વિચાર કરીને રાજાએ પોતાની રાણીઓને પોતાને વિચાર જણાવ્યો. પછી બંને પ્રિયાઓ સહિત રાજાએ પંચપરમેષ્ઠીમંત્રનું સ્મરણ કરી વિષમિશ્રિત કમળને સુંધી પ્રાણ ત્યાગ કર્યો. તે વખતે સત્યભામાએ પણ - કપિલના ભયથી તે જ રીતે પ્રાણ ત્યાગ કર્યો. તે ચારે જીવો મરીને P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust