________________ ૩ર. - શ્રી શાંતિનાથ ચરિત્ર. જઈ તેણે ગેધાનું પુછ મૂકી દીધું. તે જોઈ ભયભીત થયેલી ગેધા શપણે પોતાને સ્થાને ગઈ. - ત્યારપછી તે સુલસ એક દિશા તરફ ચાલ્યો. તેટલામાં એક મદેન્મત્ત વનના હાથીએ તેને છે. તેથી તે તેના તરફ દેડ્યો.. તે વખતે સુલસે મનમાં વિચાર કર્યો કે -" હું એક દુઃખને પાર નથી પામતે તેટલામાં મને બીજું દુ:ખ પ્રાપ્ત થાય છે, માટે હું શું કરું ? અને કયાં જાઉં?” એમ વિચારી ભયથી તે જેટલામાં નાસે છે તેટલામાં તેને હાથીએ સુંઢમાં પકડી કોધથી આકાશમાં ઉછા. દૈવયોગે આકાશમાંથી પાછો પડતે તે એક વૃક્ષ ઉપર પડ્યો, તેથી તેની શાખાને વળગી તે ત્યાં જ રહ્યો. હાથી પણ ત્યાં આવી કેધથી તેને હણે છે તેટલામાં એક સિંહે આવી તે હાથીને હ. વળી તે હાથીનું ભક્ષણ કરવા એક વાઘ આવ્યું, તેમાં એક ભક્ષ્યને માટે થઈને સિંહને ને તેને પરસ્પર યુદ્ધ થયું. યુદ્ધ કરતાં રાત્રિ પડી. તે વખતે વૃક્ષની એક શાખામાં સુલસે પ્રકાશ જે, એટલે આળસ છોડીને આશ્ચર્ય સહિત તે શાખા ઉપર ગયે, તે ત્યાં પક્ષીના માળામાં એક શ્રેષ્ઠ મણિ તથા સર્પનાં હાડકાં જોયાં. તે જોઈ તેણે વિચાર્યું કે ખરેખર આ વિષને હરણ કરનાર સર્ષમણિ જ છે અને આ પ્રકાશ પણ તેનો જ છે.” એમ વિચારી તે રત્ન હાથમાં લઈ તુલસ તે વૃક્ષ પરથી નીચે ઉતર્યો. તે મણિના પ્રકાશથી વાઘ અને સિંહ પણ નાસી ગયા. અનુક્રમે પ્રાત:કાળ થયું. પછી તે મણિ વસ્ત્રને છેડે બાંધી સાત દિવસે તે અરણ્યને પાર પામ્યા. ત્યાં એક પર્વત ઉપર અગ્નિને ઉદ્યોત જઈ સુલસ તેને અનુસારે ત્યાં ગયે, તો કેટલાક પુરૂષને ધાતુવાદ કરતા જોયા, તેમની પાસે દ્રવ્યની ઈચ્છાથી તે કેટલાક દિવસ રહે, તેમની સેવા કરવા લાગ્યો અને તેમની સાથે જ ભેજન પણ કરવા લાગ્યા. ઘણું દિવસ સુધી સુવર્ણસિદ્ધિને માટે ધાતુવાદ કર્યો, પરંતુ કાંઈ પણ અર્થસિદ્ધિ થઈ નહીં, ત્યારે તે પિતાના ચિત્તમાં વિચારવા લાગ્યા કે - " धातु धमेविण जा धण आसा, सिर मुंडेविण जा रूवासा / वेस धरे विण जा घर आसा, तिन्नित्रि आसा हुइ निरासा // 1 // " P.P.Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust