________________ 304 શ્રી શાંતિનાથ ચરિત્ર શાંતિક પિષ્ટિક વિગેરે ક્રિયા કરવામાં નિપુણ કરાલપિંગલ નામે પુર હિત રહેતો હતો. તે રૂપવંત, યુવાન અને ધનવાન હતા. તે નગરમાં પુછપદેવ નામે એક મોટે વેપારી હતે. પુરોહિતને તે વ્યાપારીની સાથે મંત્રી હતી. તે વ્યવહારીને પદ્મશ્રી નામની પ્રિયા હતી. તે મનહર રૂપવાળી અને પતિવ્રતાદિક ઉત્તમ ગુણવડે યુક્ત હતી. કહ્યું છે કે“ તિવ્રતાનાં નારી, મર્તરતુષ્યતિ તેવતા! ' યથાવત્યષસ્થાપિ, સ્વયં દિ શ્રીજું તો III " પતિવ્રતા સ્ત્રીઓના ભર્તાર ઉપર સર્વ દેવતાઓ તુષ્ટમાન થાય છે. જેમકે ગંગા નદીએ જાતેજ એક ચંડાળને શ્રીફળ આપ્યું હતું.” " ( આ કથા જાણવામાં આવેલ નથી.) એકદા પુરોહિતે કોઈ પણ કાર્ય કરી રાજાને સંતુષ્ટ કર્યો, ત્યારે રાજાએ તેને વરદાન આપ્યું કે “હે પુરોહિત ! તારી ઈચ્છામાં આવે તે માગ.” તે સાંભળી વિષયમાં આસક્ત ચિત્તવાળા પુરોહિતે કહ્યું કે–હે સ્વામિન્ ! જે મારૂં માગેલું આપતા હો તો આ નગરમાં હું છાએ પરસ્ત્રી ભાગવું, તેમાં મારે અપરાધ ગણવા નહીં.” તે સાંભળી રાજાએ કહ્યું કે –“હે પુરોહિત! જે સ્ત્રી તારી વાંચ્છા કરે તેને તારે સેવવી, પણ બીજીને સેવવી નહીં. જે કદાચ તને નહીં ઈચ્છતી સ્ત્રી સાથે તું બળાત્કારે કીડા કરીશ અથવા તેની તું પ્રાર્થના કરીશ તો તારો પારદારિકની જેવા હું દંડ કરીશ.” આ પ્રમાણેની રાજાની આજ્ઞા તે પુરોહિતે કબુલ કરી. ત્યારપછી પ્રતિબંધ રહિત તે પુરોહિત સ્વછંદપણે સ્ત્રોલધપણુથી નિરંતર નગરમાં ભ્રમણ કરવા લાગ્યા. આ પ્રમાણે કરતાં એકદા તે કામાંધે પુષ્પદેવની પત્ની પદ્મશ્રીને જોઈ. તે વખતે રાગાંધપણુથી તે તેને મેળવવાને ઉપાય ચિંતવવા લાગ્યું કે–“શી રીતે આ પુષ્પદેવની પત્ની મારે વશ થાય ? " એમ વિચારી તે પુરેહિતે પુષ્પદેવની સ્ત્રીની દાસી વિશુદ્ધતાને કહ્યું કે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust