________________ : ષષ્ઠ પ્રસ્તાવે. 295 રહીને તમારે સર્વ લોકસમક્ષ બલવું કે–“સુબુદ્ધિએ દુષ્ટબુદ્ધિને છેતરીને સર્વ દ્રવ્ય લઈ લીધું છે.” આ પ્રમાણે સાંભળી તેના પિતાએ તેને કહ્યું કે –“હે પુત્ર ! આ તારો વિચાર સારે નથી, તાપણું તારા આગ્રહથી હું તે તે પ્રમાણે કરીશ.” તે સાંભળી હર્ષ પામી હૃષ્ટબુદ્ધિએ ગુપ્ત રીતે રાત્રીએ તેના પિતાને તે વટવૃક્ષના કોટમાં દાખલ કર્યો. પ્રાત:કાળે રાજા અને રિજનોની સમક્ષ પુષ્ય અને ચંદન વિગેરેવડે તે વટવૃક્ષની પૂજા કરીને તે બોલ્યો કે “હે વટવૃક્ષ ! તું સત્ય બેલ, તે ધન કોણે લીધું છે ? આ વિવાદના નિર્ણયનો આધાર તારાપર છે, માટે સત્ય બોલ. કહ્યું છે કે - સત્યેન જાતે pવી, સત્યેન તરે રવિ ! सत्येन वायवो वान्ति, सर्व सत्ये प्रतिष्ठितम् // 1 // સત્યથી પૃથ્વી ધારણ કરાય છે, સત્યથી સૂર્ય પ્રકાશ કરે છે, સત્યથી વાયુ વાય છે, સર્વ સત્યમાંજ રહેલું છે. " આ પ્રમાણે તે બોલ્યો ત્યારે વટવૃક્ષના કોટરમાં રહેલી ભદ્ર શેઠ બે કે -" હે લેકે ! સાંભળો. સુબુદ્ધિએ લેભને વશ થઈ તે ધન લઈ લીધું છે.” આ પ્રમાણે સાંભળી સર્વ લોક વિસ્મય પામ્યા. પછી રાજાએ સુબુદ્ધિને કહ્યું કે -" અરે સુબુદ્ધિ ! તું અપરાધી છે, તું ધન હરી ગયું છે, તેથી તે નિધાન પાછું આપી દે. " આ પ્રમાણેનું રાજાનું વચન સાંભળી સુબુદ્ધિએ પોતાના મનમાં વિચાર્યું કે વૃક્ષો અચેતન છે, તેથી તે બોલી શકતા નથી, પરંતુ આ કાંઈક દુષ્ટબુદ્ધિની કપટરચના સંભવે છે. તેણે સંકેત કરીને કોઈ મનુષ્યને વૃક્ષની અંદર રાખ્યો હોય એમ જણાય છે; નહીં તો વૃક્ષમાંથી વાક્ય શી રીતે નીકળી શકે ? " આ પ્રમાણે વિચારી તેણે રાજાને કહ્યું કે–“હે સ્વામી ! મારે અવશ્ય આપને ધન આપવું છે, પરંતુ પ્રથમ મારે કાંઈક વિજ્ઞપ્તિ કરવી છે. " રાજાએ કહ્યું-“ ત્યારે કેમ બોલતો નથી ? જે કહેવું હોય તે કહે.” સુબુદ્ધિ બોલ્યો કે –“હે દેવ ! મેં લેભાં થઈ મિત્રને પણ છેતરીને ધન લીધું છે, પરંતુ તે ધન આજ વટવૃક્ષની અંદર - P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust