________________ 23 પ્રસ્તાવના '* સત્ય વ્રત ઉપર ભદ્ર શ્રેષ્ઠીની કથા. આ જ બુદ્વીપના ભરતક્ષેત્રમાં ક્ષિતિપ્રતિષ્ઠિત નામે નગર છે. તેમાં દબુદ્ધિ અને સમૃદ્ધિ નામના બે નિર્ધન વણિક રહેતા હતા. તેઓ પરસ્પર અત્યંત સ્નેહવાળા અને લોકપ્રસિદ્ધ હતા. એકદા દ્રવ્ય ઉપાર્જન કરવા માટે તે બન્ને કરિયાણું લઈ દેશાંતર તરફ ચાલ્યા. અનકમે કોઈક પુરાતન જીણું નગરમાં પહોંચ્યા. ત્યાં લાભની ઈચ્છાથી તેઓ કેટલાક દિવસ રહ્યા. એકદા સુબુદ્ધિ કાઈ જીણું ઘરમાં દેહચિંતા કરવા બેઠો હતો, ત્યાં તેને એક નિધાન પ્રાપ્ત થયું. તે જોઈ સુબુદ્ધિએ દુબુદ્ધિને બોલાવ્યા. તે બન્નેએ તે સ્થાનમાંથી નિધાન લઈને તેમાં જોયું છે તેમાં એક હજાર સેનામહોર હતી; તેથી હર્ષ પામી તે બને તે ધન લઈ પોતાના નગરમાં ગયા. ત્યાં નગરની સમીપે આવ્યા, ત્યારે દુષ્ટબુદ્ધિએ સુબુદ્ધિ સાથે વિચાર કર્યો કે –“હે મિત્ર ! જે આપણે આ દ્રવ્ય અધ અર્ધ વહેંચી લઈશું તે લોકો આપણું મટી સભાવના કરશે, અનેક બાબતમાં માંગણી કરશે અને નિધાનની પ્રાપ્તિ થઈ જાણીને રાજા પણ આ દ્રવ્ય લઈ લેશે, તે પછી આપણે તો દારિદ્ર જ રહેશે, તેથી જો તારે મત હોય તો આપણે આમાંથી એ સો મહેરો લઈ બાકીનું ધન અહીંજ આ વડવૃક્ષની સમીપે ભૂમિમાં દાટીએ.” તે સાંભળી સુબુદ્ધિએ તેનું વચન અંગીકાર કર્યું. પછી તે બને રાત્રિને વખતે ત્યાં ધન દાટી પ્રભાતકાળે હર્ષ પામતા પિતાને ઘેર ગયા. - કેટલેક દિવસે દુષ્ટબુદ્ધિએ તે સ સેનામહોરે કુમાગે ખચી નાંખી, એટલે તેમણે ફરીથી નિધાનમાંથી સે સે મહારે લીધી. ત્યારપછી કેટલેક દિવસે દુષ્ટબુદ્ધિએ વિચાર કર્યો કે –“હું સુબુદ્ધિને છેતરીને નિધાનમાં રહેલું સર્વ ધન લઈ લઉં.” એમ વિચારી રાત્રીને વખતે ત્યાં જઈ તે ધન કાઢી પિતાને ઘેર આવ્યા. " દ્રવ્યના લોભી માણસ પોતાના પિતાને પણ છેતરે છે, તો પછી બીજાની શી વાત કરવી ?" પછી પ્રાત:કાળે દુષ્ટબુદ્ધિએ સુબુદ્ધિને કહ્યું કે –“હે મિત્ર ! નિધાનમાં રહેલું બાકીનું ધન વહેંચીને આપણે લઈ આવીએ.” સુબુદ્ધિએ હા કહી, એટલે તે બને ત્યાં P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust