________________ ખા પ્રસ્તાવના 81 કરીને વિવાધર બે કે ત્યાં જઈને પણ મારે જેને માર હતે તે પોતેજ અહીં મરવા માટે આવ્યે એ ઠીક થયું.” તે પછી તે બન્નેનું મહા ભયંકર યુદ્ધ થયું. તે યુદ્ધમાં છેવટ મહા બળવાન ગુણધર્મકુમારે છળ પામીને તે વિલાધરેશનું મસ્તક છેદી નાંખ્યું, એટલે તેનું સર્વ સૈન્ય ભયભીત થયું, તેને ગુણધર્મકુમારે મધુર વાણવડે આશ્વાસન આપ્યું. આ અવસરે બીજી ત્રણે બાળાઓ બોલી કે-“હે સ્વામી ! આ દુષ્ટ ખેચર પાસેથી તમે અમને છોડાવી છે.” તે સાંભળી કુમારે તેમને પૂછયું કે “તમે કોની પુત્રીઓ છો?” ત્યારે તેમાંથી એક બોલી કે—“શંખપુર નામના નગરમાં દલભરાજ નામે રાજા છે, તેની હું કમળાવતી નામની પુત્રી છું. આના ભયથી જ મેં વિવાહ પણ સ્વીકાર્યો નથી.” ફરીથી કુમારે પૂછયું—“ તમારે કેવી જાતનો ભય હતે ? નેહનો કે કેપનો ?" તે બોલી કે -" કેપનોજ ભય હતો, નેહનો તો શી રીતે હોય ? કારણ કે પહેલાં હું મારા મંદિરની અગાશીમાં બેઠી હતી, ત્યાંથી આ દુષ્ટ મને હરી ગયો, અને પછી મારી જિહ્વાને છેદ કરતાં તેણે મને કહ્યું કે મારી રજા વિના તારે ભર્તાર અંગીકાર કરવો નહીં, તથા હમેશાં રાત્રિએ તારે મારી પાસે આવવું. તારા શિયળને લીધે મારી આજ્ઞાથી નિરંતર વિમાન ઉત્પન્ન થશે. જે તું આ પ્રમાણે કબુલ કરે તે અત્યારે તને મૂકી દઉં અને મારું નહીં.” આ પ્રમાણેનું તેનું વચન સાંભળી જીવિતવ્યના લોભથી મેં શપથપૂર્વક તેનું વચન અંગીકાર કર્યું. પછી તેણે મને નૃત્યકળા શીખવી. આ રીતે જ તે વિદ્યાધરે બીજી પણ ત્રણ રાજપુત્રીઓને વશ કરી હતી, પરંતુ આ વિદ્યાધરને મારીને તમે અમને સર્વને સુખ કરી દીધું છે. " તે સાંભળી મારે તે સર્વને પોતપોતાને સ્થાને પહોંચાડી દીધી. ત્યારપછી કુમાર દાસીની સાથે વિમાનમાં બેસી પોતાની પ્રિયાને ઘેર આવ્યા. તે વખતે કનકાવતીએ કુમારને જોઈ દાસીને પૂછયું કે –“હે સખી ! શું મારા વલ્લભે તે દષ્ટ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust