________________ - ષષ્ઠ પ્રસ્તાવ 273 “પૂજ્ય ! મારે ગુરૂની સમાન આસન પર બેસવું ઉચિત નથી.” એમ કહી પોતાના સેવકના ઉત્તરીય વસ્ત્ર ઉપર બેસી તે બે કે-“હે પ્રભુ તમે આ નગરમાં પધારી મને કૃતાર્થ કર્યો છે.” તે સાંભળી યોગીંદ્ર બોલ્યો કે–“હે કુમાર! સર્વથા પ્રકારે તમે મારે માન્ય છે; પરંતુ હું અકિંચન છું, તેથી તમારું શું સ્વાગત કરૂં?” તે સાંભળી કુમાર બાલ્યો–“હે પૂજ્ય ! તમારી જેવાને આશીવોદ જ અમારો સત્કાર છે. વળી તમારા દર્શનથી જ અમારા સર્વ વાંછિતની સિદ્ધિ થાય છે. તે સાંભળી ફરી યોગીંદ્ર બે –હે કુમાર! તમે કહ્યું તે યોગ્ય જ છે; પરંતુ લોકોક્તિ તો આ પ્રમાણે છે - “મવતઃ દિવાના, સન્માન નિયતથા ! प्रदानेन विना लौके, सर्वमेतन्न शोभते // 1 // " ભકિત, પ્રેમ, પ્રિય વચન, સન્માન અને વિનય એ સર્વે દાન વિના લોકમાં શુભતા નથી.” તે સાંભળી ફરીથી કુમાર બેલ્યો કે“તમે કૃપાદૃષ્ટિથી અને મને જુઓ અને સમ્યક્ પ્રકારની અમને આજ્ઞા આપે, તે જ અમને તમારૂં દાન છે.” તે સાંભળી યોગીએ કહ્યું કે –“હે કુમાર! મારી પાસે એક ઉત્તમ મંત્ર છે, તેને મેં આઠ વર્ષ સુધી જાપ કર્યો છે. હવે જો તમે એક રાત્રિ વિનાનું નિવારણ કરે છે તે મંત્રનો કરેલો મારે સઘળો પ્રયાસ સફળ થાય.” તે સાંભળી કુમાર બે“હે પ્રભુ! તે કાર્ય મારે કયે દિવસે કરવાનું છે?” ત્યારે યોગીએ કહ્યું–“હે કુમાર ! કૃષ્ણ ચતુર્દશીની રાત્રિએ તમારે એકલાજ ખી લઈને સ્મશાનમાં આવવાનું છે. હું ત્યાં બીજા ત્રણ શિષ્ય સહિત હાજર રહીશ.” તે સાંભળી “બહુ સારૂં” એમ કહી કુમાર પિતાને ઘેર ગયે. . ત્યારપછી અનુક્રમે કૃષ્ણ ચતુર્દશી આવી ત્યારે રાત્રિએ ખરું 1 સત્કાર. 35 P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust