________________ ભરેલ હથી ચારારો હાર એ થઈ ગયથી એક શ્રી શાંતિનાથ ચરિત્ર. : નિધાનને સ્વાધીન કર્યા પછી ચક્રીએ ગંગાનું પૂર્વનિષ્ફટ ઉપર પ્રમાણે જ વશ કરાવ્યું. આ પ્રમાણે સ્વામીએ છ ખંડ ભારતને સાધી સર્વ દિશાનો વિજય કરી પોતાના હસ્તિનાપુર નગરમાં મોટા મહોત્સવ પૂર્વક પ્રવેશ કર્યો. ત્યારપછી બત્રીસ હજાર મુકુટબદ્ધ રાજાઓએ બાર વર્ષ સુધી સ્વામીના ચક્રવતપણાના અભિષેકને મહોત્સવ કર્યો. બાર વર્ષે તે મહોત્સવ પૂર્ણ કરી એક એક રાજાએ સ્વામીને પુષ્કળ ધન આપવાપૂર્વક બને કન્યાઓ આપી. તેથી સ્વામીને રૂપ અને લાવણ્યથી શોભતી દેવાગના જેવી ચોસઠ હજાર પ્રિયાઓ થઈ. પ્રભુને સેનાપતિ વિગેરે ચૌદ રત્નો એક એક હજાર યક્ષેવડે અધિષ્ઠિત હતાં. ચારાંશ લાખ હાથી, ચોરાશી લાખ અશ્વ અને તેટલાજ વજાતિ શસ્ત્રથા ભરેલા રથે હતા, બહોતેર હજાર મોટી સમૃદ્ધિવાળાં નગર હતા, છનું કરાડ ગામ અને તેટલાજ પદાતિઓ હતા, બત્રીસ હજાર દેશે તથા તેટલા રાજાઓ તેમને સ્વાધીન હતા, વીશ હજાર બત્રીશબદ્ધ નાટકે અને રત્નાદિકની ખાણ હતી, તથા અડતાળીશ હજાર પત્તનો હતાં. આવા પ્રકારની મોટી સમૃદ્ધિ સહિત ચક્રવતી ના પદવી ભેગવતાં સ્વામીએ પચીશ હજાર વર્ષો નિગમને કયો. એકદા પાંચમા બ્રહ્મદેવલોકમાં અરિષ્ટ નામના પ્રતરમાં વસનારા સારસ્વત વિગેરે લોકાંતિક દેવના આસનનો કંપ થયો. તે વખતે અવધિજ્ઞાનવડે તેઓએ પ્રભુનો દીક્ષા સમય જાણુ મનુષ્યલેકમાં આવી બંદિજનની જેમ જય જય શબ્દનો ઉચ્ચાર કરી વિનંતિ કરી કે–“હે પ્રભુ ! બેધ પામે અને તીર્થ પ્રવર્તાવો.”તે સાંભળી પ્રભુએ પણ જ્ઞાનથી દીક્ષાનો સમય જાણ; તેથી એક વર્ષ સુધી વાચકોને વાંછિત દાન આપી ચક્રાયુધ નામના પોતાના પુત્રને રાજ્યપર સ્થાપન કરી ભગવાન દીક્ષા ગ્રહણ કરવા ઉત્સુક થયા. તે વખતે સર્વ દે ના અસનનો કંપ થવાથી તેઓ શ્રી શાંતિનાથના દીક્ષાકલ્યાણકમાં આવ્યા. પછી ચામરેથી વીંઝાતા અને મસ્તક પર છત્રથી વિરાજમાન પ્રભુ સર્વાર્થ નામની શિબિકામાં અરૂઢ થયા. તે શિબિકા પ્રથમ મનુષ્યએ વહન કરી, ત્યારપછી સુરેંદ્રએ, અસુરે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust