________________ શ્રી શાંતિનાથ ચરિત્ર. જોઈએ. તે આ તે શ્રી શાંતિનાથ ચક્રી જિનેશ્વર છે, માટે મારે વિશેષ કરીને આરાધવા યોગ્ય છે. જેની ભક્તિ દેવેંદ્ર પણ કરે છે, તેની ભકિત મારે કેમ ન કરવી?” એમ વિચારી તે માગધકુમાર દેવે ઉત્તમ વસ્ત્રો તથા મહા મૂલ્યવાળા અલંકારે લઈ ત્યાં આવી પ્રભુ પાસે ભેટથું મૂકી વિજ્ઞપ્તિ કરી કે –“હે સ્વામી ! હું પૂર્વ દિશાને પાલક આપનો કિંકર છું; મને સર્વદા આપે આજ્ઞા કરવી.” તે સાંભળી ભગવાને પણ તેનો સત્કાર કરી તેને રજા આપી. ત્યારપછી ચક્રી ચક્રની પાછળ દક્ષિણ દિશામાં ચાલ્યા. અને નુક્રમે વરદામ તીર્થની પાસે આવી ત્યાં સિન્યને સ્થાપન કરી તેના અધિષ્ઠાયક દેવને મગધ પ્રમાણેજ સા. ત્યારપછી પશ્ચિમ દિશામાં પ્રભાસતીર્થના અધિષ્ઠાયકને પણ તેજ પ્રમાણે સાધી ઉત્તર દિશામાં સિંધુ નદીને કાંઠે જઈને રહ્યા. ત્યાં પણ પ્રથમના વિધિ પ્રમાણે સિંધુદેવીને સાધી. તે દેવી પણ પ્રભુ પાસે આવી રતનમય એક સ્નાનપીઠ, કેટલાક સુવર્ણના, રૂપાના અને માટીના કળશે તથા બીજી પણ નાનમાં ઉપગી થાય તેવી સામગ્રી તેમજ ઉત્તમ વસ્ત્રો અને આભરણેની ભેટ કરીને બોલી કે–“હે નાથ ! હું સર્વદા આપની આજ્ઞામાંજ છું.” તે સાંભળી સ્વામીએ * સન્માનપૂર્વક તેને રજા આપી, એટલે તે પોતાને સ્થાને ગઈ. - ત્યારપછી પ્રભુની આજ્ઞાથી સેનાપતિ ચર્મરત્નવડે સિંધુ નદી ઉતરી તેને પશ્ચિમખંડ સાધી પ્રભુની સમીપે આવ્યા. ત્યાર પછી ચક્રરત્ન વેતાન્ય પર્વત પાસે આવ્યું. તે વખતે તાઢ્ય ગિરિને વૈતાઢ્યકુમાર દેવ પણ પ્રભુનો વશવતી થયો, અને ખંડપ્રપાતા નામની ગુફાનું દ્વાર પોતાની મેળેજ ઉઘડી ગયું. તેના અધિષ્ઠાયક કૃતમાળ નામના દેવે પોતાની મેળેજ પ્રભુની આજ્ઞા અંગીકાર કરી. તે ગુફામાં ઉમેગ્ના અને નિર્ભગ્ના નામની બે નદીઓ અતિ દસ્તર છે, તેને ઉતરવા માટે વધકિરને તત્કાળ તેના પર પુલ બાંધ્યે- 1 અન્યત્ર અહીં તમિશ્રા ને બીજી બાજુ ખંડપ્રપાતા ગુફા કહેલ છે. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust