________________ 1 . ષક પ્રસ્તાવ. . 259 ઉતારી, તીર્થકરને પ્રણામ કરી ભક્તિપૂર્વક આ પ્રમાણે સ્તુતિ કરી:- . :: - “અચિરાદેવીની કણિરૂપી પૃથ્વીને વિષે કલ્પવૃક્ષ જેવા, ભવ્યપ્રાણીઓ રૂપી કમળને વિકસ્વર કરવામાં સૂર્ય જેવાં અને કલ્યાણના સમૂહને કરનારા હે સ્વામી ! તમે જય પામે. ". આ પ્રમાણે ઉદાર વચનોવડે તીર્થકરની સ્તુતિ કરી સાધમ પ્રભુને તેને ઘેર લઈ જઈ, માતાની પાસે સુવાડી, સર્વજની સમક્ષ કહ્યું કે–“જે કે જિનેશ્વરનું કે તેની માતાનું અશુભ ચિંતવશે તેનું મસ્તક ઉનાળામાં એરંડના ફળની જેમ તત્કાળ ફાટી જશે.” પછી ઇંદ્ર નંદીશ્વર દ્વીપે ગયા. ત્યાં બીજા સર્વ ઇંદ્રો મેરૂપર્વતથી પરભાર્યા આવેલા હતા. તે સર્વે ત્યાં અષ્ટાઢિંકા ઉત્સવ કરી પોતપોતાને સ્થાને ગયા. દિકુમારીઓ પણ પોતાને સ્થાને ગઈ. અહીં અચિરાદેવી રાત્રીના પાછલા પહેરે જાગૃત થયા. તે વખતે તેના શરીરની સેવા કરનારી દાસીઓએ પોતાની સ્વામીનીને પુત્ર સહિત જોઈ હર્ષિત અને વિમિત થઈ. “હું પહેલી, હું પહેલી” એમ ઉતાવળથી રાજા પાસે જઈ તેને પુત્ર જન્મની વધામણી આપી, અને કહ્યું કે—“હે દેવ! આ પુત્રનું સુતિકાકાય દિશાકુમારીઓએ આવીને દાસીની જેમ કર્યું છે, તથા દેવેંદ્રએ સ્વામીને મેરુપર્વત પર લઈ જઈ તેના જન્માભિષેકનો મહોત્સવ કર્યો છે.” અમે આ વાત દેવોના મુખેથી સાંભળી છે. એ હકીકત સાંભળીને વિશ્વસેન રાજા મેઘની ધારાથી સિંચાયેલા કદંબવૃક્ષની જેમ રોમાંચિત થયા, અને તે દાસીઓને હર્ષથી એક મુગટ વિના બીજા સવ અંગના અલંકારો આપી દીધા, તથા તેમની સાત પેઢી સુધી પહોંચે તેટલું સોનારૂપાનું પ્રીતિદાન તેમને આપ્યું. ત્યા૨પછી તે રાજાએ હર્ષિત થઈ જેણે જેટલું માગ્યું તેટલું દાન આપ્યું, લોકોનો કર માફ કર્યો, માંડવીમાં લેવાનું દ્રવ્ય મૂકી દીધું, અને આખા નગરમાં ગીત, વાજીત્ર, ધવલમંગળ અને વપનિકાને મહત્સવ પ્રવર્તાવ્યું. આ રીતે મહોત્સવ ચાલતે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust