________________ 254 શ્રી શાંતિનાથ ચરિત્ર. - ત્યારપછી મેઘરથ રાજાને ચારિત્ર લેવાને ભાવ થયો, તેથી જિનેશ્વરને નમી પોતાને ઘેર જઈ તેણે પિતાના ભાઈ દઠરથને કહ્યું કે-“હે બંધુ ! તું રાજ્ય ગ્રહણ કર. હું ચારિત્રનો આશ્રય કરીશ.” ત્યારે દઢરથે કહ્યું કે -" હું પણ તમારી સાથે વ્રત અને ગીકાર કરીશ.” ત્યારે મેઘરથ રાજાએ પોતાના પુત્ર મેઘસેનને રાજ્યપર સ્થાપના કરી અને દઢસેનના પુત્ર રથનને ચીવરાજ પદપર સ્થાપન કરી ચાર હજાર રાજાઓ, સાત પુત્રા અને પિતાના ભાઈ સહિત શ્રીજિનેશ્વરની પાસે દીક્ષા ગ્રહણ કરી. પછી તે મેઘરથ રાજર્ષિ પિતાના શરીરને વિષે પણ મમતાનો ત્યાગ કરી પરિષહોને સહન કરવા લાગ્યા. ત્યારપછી પાંચ સમિતિ અને ત્રણે ગુતિ સહિત શ્રીઘનરથ જિનેશ્વર ઘણું જીને પ્રતિબોધ કરી, પૃથ્વીતળ પર વિહાર કરી, સર્વ કર્મરૂપી મળને નાશ કરીને મેક્ષે ગયા. ' : મેઘરથ રાજર્ષિએ વીશસ્થાનકના આરાધનવડે મનહર તીર્થંકર નામકર્મ ઉપાર્જન કર્યું. વીશસ્થાનકનું આરાધન આ પ્રમાણે-અરિહંત, સિદ્ધ, પ્રવચન, ગુરૂ, વિર, સાધુ, બહુશ્રુતે અને તપસ્વી એ આઠનું તે નિરંતર વાત્સલ્ય કરતા હતા. જ્ઞાન, દર્શન, વિનય, આવશ્યક અને શીળવ્રત એ પાંચનું નિરંતર ઉપયેગપૂર્વક અતિચાર રહિત પાલન કરતા હતા. ક્ષણલવ તપ, દાન, વૈયાવચ્ચ અને સમાધિવડે તે યુક્ત રહેતા હતા. અપૂર્વ જ્ઞાનને ગ્રહણ કરવામાં તે પ્રયતનવાળા હતા, શ્રુતજ્ઞાનની ભક્તિ કરતા હતા અને પ્રવચનની પ્રભાવના કરતા હતા ઉપરાંત સિ હનિક્રીડિત નામનું તપકર્મ આચરતા હતા. ત્યારપછી મેઘરથ રાજર્ષિ પરિપૂર્ણ એક લાખ વર્ષ સુધી નિરતિચાર ચારિત્રનું પાલન કરી છેવટે અનશન કરી નાનાભાઈ સહિત તિલકાચળ પર્વત ઉપર જઈ સમાધિપૂર્વક આ મલીન દેહનો ત્યાગ કરી સર્વાર્થસિદ્ધ નામના પાંચમા અનુત્તર વિમાનમાં તેત્રીશ સાગરોપમના આયુષ્યવાળા દેવ થયા. ઈતિ શ્રી શાંતિનાથ પરમાત્માના ગધબંધ ચરિત્રને વિષે વત્સરાજરાજાની કથા સહિત તેમના દશમા તથા અગ્યારમા ભવના વર્ણન નામને પાંચમે પ્રસ્તાવ સંપૂર્ણ . ઋ0ષ્ણ9. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust