________________ . પંચમ પ્રસ્તાવ. 233 તે સાંભળી શ્રેષ્ઠી આશ્ચર્ય પામી તરતજ તે બન્નેની પાસે આવ્યા. તે વખતે શ્રીદત્તાએ ઉભી થઈશ્રેણીને આસન આપ્યું. તેની ઉપર બેસી શ્રેષ્ઠીએ કુમારને પૂછયું કે –“હે વીર ! તું રાત્રીએ દુ:ખસાગરને શી રીતે તરી ગયે?” ત્યારે કુમારે તેની પાસે પણ સમગ્ર વૃત્તાંત નિવેદન કર્યો. પછી શ્રેષ્ઠીએ કુમારને કહ્યું કે –“હે કુમાર ! આ મારી પ્રાણથી પણ વહાલી પુત્રી હું તને આપું છું.” તે સાંભળી કુમારે કહ્યું -" તમે મારું કુળ વિગેરે જાણ્યા વિના મને કન્યા શી રીતે આપો છે?” શ્રેષ્ઠીએ કહ્યું—“તારા ગુણાએ જ કુળ જણાવ્યું છે. કહ્યું છે કે - आकृतिगुणसमृद्धिशंसिनी, नम्रता कुलविशुद्धिसूचिका।. वाक्क्रमः कथितशास्त्रसंक्रमः, संयमश्च भवतो वयोऽधिकः॥१॥ તારી આકૃતિજ ગુણની સમૃદ્ધિને કહે છે, તારી નમ્રતા કુળની વિશુદ્ધિને સૂચવે છે, તારી વાણીની રચના શાસ્ત્રના અભ્યાસ (જ્ઞાન) ને કહે છે અને તારો સંયમ વયથી અધિક છે. (નાનું વય છતાં વૃદ્ધ પુરૂષના જેવી તારી સ્થિરતા છે.)” તે સાંભળી કુમારે કહ્યું કે –“હે શ્રેષ્ઠી ! હમણાં મહાકાયને માટે મારે અતિ દૂર દેશમાં જવું છે, તેથી તમારું કહેલું આ કાર્ય હું પાછો વળીશ ત્યારે કરીશ.” તે સાંભળી શ્રેષ્ઠીએ કહ્યું- “હે વત્સ ! હમણાં આને પરણને પછી તમારી ઈચ્છા હોય ત્યાં જ જે.” તે સાંભળી કુમારે તેનું વચન અંગીકાર કર્યું. પછી તેજ દિવસે તે કન્યાને પણ એક રાત્રિ તેની સાથે ત્યાંજ રહી બીજે દિવસે પ્રયાણને માટે તેણે રજા માગી. ત્યારે તેણીએ ભત્તારને કહ્યું કે विरहो वसन्तमासो, नवस्नेहो नवं वयः ! પશ્ચમ ધ્વનિતિ, સધાર પામયા થમ્ “વિરહ, વંસતમાસ, નવો સ્નેહ, નવું વય અને (કેયલન) પંચમ સ્વર એ પાંચ અગ્નિએ શી રીતે સહન કરવા?” P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust