________________ 224 શ્રી શાંતિનાથ ચરિત્રવત્સરાજે કહ્યું કે–“તને દુ:ખી જોઈને મારે શી રીતે જવું ? કારણ કે સત્પરૂ પારકા દુઃખે દુઃખી જ હોય છે. તે સાંભળીને પેલી બાઈ બોલી કે –“જેવા તેવાની પાસે દુઃખ કહેવું તે યોગ્ય નથી. કહ્યું છે કે जो नवि दुरकं पत्तो, जो नेवि दुरकस्स निग्गहसमत्था / કો નવિ હિપ હો, તો વીસ હ સુ છે ? | : “જે માણસ કોઈ વખત દુ:ખ પામેલ ન હોય, જે દુ:ખને નિગ્રહ કરવા સમર્થ ન હોય, તથા જે બીજાના દુઃખે દુઃખી ન હોય તેવા માણસની પાસે પોતાનું દુઃખ શામાટે કહેવું?” તે સાંભળી વત્સરાજ બે કે –“હે ભદ્ર! સાંભળ:अहमवि दुरकं पत्तो, अहमवि दुकस्स निग्गहसमत्थो / अहमवि दुहिए दुहिरो, ता अम्ह कहिजए टुकं // 1 // “હું પણ દુઃખને પામ્યો છું, હું દુ:ખનો નિગ્રહ કરવા - મર્થ છું, અને હું બીજાના દુઃખે દુ:ખી છું; તેથી મારી પાસે દુખ કહેવું યોગ્ય છે.” - તે સાંભળી સ્ત્રી બોલી કે -" તું હજુ બાળક છે, તેથી તને શી રીતે મારું દુખ કહેવું ? " કહ્યું છે કે - _दुकं तास कहिजइ, जो होइ दुकभंजणसमत्थो। . પ્રમાણ વહિ, તો તુÉ શ્રધ્વજ ? | - “જે માણસ દુઃખ ભાંગવાને સમર્થ હોય તેને દુઃખ કહેવું જોઈએ, અસમર્થને દુ:ખ કહેવાથી તે સામું પિતાનું દુઃખ કહે તેથી તે નિષ્ફળ છે.” તું નાનો હોવાથી મારું દુ:ખ શી રીતે ભાંગી શકે ? માટે હું કહેવા ઈચ્છતી નથી.” વત્સરાજે કહ્યું કે– हस्ती स्थूलतनुः स चांकुशवशः किं हस्तिमात्रोऽङ्कुशो, दीप प्रज्वलिते प्रणश्यति तमः किं दीपमानं तमः। , . P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust