________________ 213 પંચમ પ્રસ્તાવ. * લાનિ પામતું હતું, અને જ્યારે ચોગ્ય સ્થાને ઘા લાગતાં ત્યારે તે હર્ષ પામી તેની પ્રશંસા કરતો હતો, અને “બહુ સારું કર્યું બેમ બોલતો હતો. તે વખતે તેની આવી ચેષ્ટા જેઈ કળાચાર્યું વેચાર કર્યો કે આ કોઈ બાળક છતાં પણ શસ્ત્રની કળામાં નિપુણું જણાય છે.” એમ વિચારી કળાચાચે તેને પૂછયું કે“હે વત્સ! તું કયાંથી આવ્યું છે?” વત્સરાજે કહ્યું કે “હે તાત! હું પરદેશી છું.” ફરીથી આચાર્યે કહ્યું—“હે ભદ્ર! એક વાર તારા હાથમાં શસ્ત્ર લઈને તારી અકુશળતા અમને દેખાડ.” તે સાંભળી વત્સરાજે અવસર જાણે પોતાની શસ્ત્રકળા તેમની પાસે પ્રગટ કરી; તેટલામાં રાજકુમારને માટે ત્યાં જ ભોજન આવ્યું. તે વખતે તે સર્વે ભોજન કરવા બેઠા, અને વત્સરાજના કળાભ્યાસથી સંતુષ્ટ થયેલા કુમારેએ તેને પણ ઘણું આગ્રહથી જમાડ્યો. - ત્યાર પછી તે વત્સરાજ તે સંધ્યા સમય સુધી ત્યાં જ રહ્યો, તેથી તે વાછરડાઓ રખવાળ વિનાના હોવાથી પોતાની મેળે વહેલા ઘેર ગયા. તે જોઈ શ્રેષ્ઠીએ વિમળા અને ધારિણીને કહ્યું કે—“ આજે આ વાછરડાઓ વહેલા ઘેર આવ્યા તેનું શું કારણ? તેનો રક્ષક તમારો પુત્ર આવ્યું છે કે નહીં ? " તે સાંભળી વિમળાએ કહ્યું-“હે શ્રેષ્ઠી ! આ વાછરડાએ આજે વહેલા આવ્યા તેનું કારણ હું કાંઈ પણ જાણતી નથી, પરંતુ વત્સરાજ તે હજુ ઘેર આવ્યું નથી.” તેટલામાં સંધ્યાકાળ થયો ત્યારે વત્સરાજ ઘેર આવ્યા. તેને તેની માતાએ તથા માસીએ પૂછયું કે–“હે વત્સ ! આટલો વખત તને ક્યાં લાગ્યો?” તે બોલ્ય– “હે માતા ! વાછરડાઓને ચરતા મૂકીને હું સુઈ ગયે હતો, મને નિદ્રા આવી ગઈ. કોઈએ મને જગાડ્યો નહીં, મારી મેળેજ હું જાગ્યા ત્યારે અહીં આવ્યું.” તે સાંભળી તેઓ કાંઈ બેલી નહીં. ત્યારપછી બીજે દિવસે પણ તે કળાભ્યાસમાં રોકાયો, તેથી તે દિવસે પણ વાછરડાઓ વહેલા ઘેર આવ્યા. ત્રીજે દિવસે પણ તે જ પ્રમાણે થયું, ત્યારે શ્રેષ્ઠીએ ધારિણું તથા વિમળાને ઠપકે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust