________________ પંચમ પ્રસ્તાવ. 13 ટલે કે રાજાઓને નૈવ તું જીવ” એ આશીર્વાદ અપાય છે, મહાદેવના શરીરનું ભૂષણ -રાખ છે, સુખદુ:ખન કરનાર વિધિવિધાતા છે, અને પુણ્યનું સ્થાન વત્તા વિધિ જીવરક્ષાને વિધિ છે. પછી મેઘરજ પ્રશ્ન કર્યો:– सुखदा का शशांकस्य ?, मध्ये च भुवनस्य कः? // निषेधवाचकः को वा?, का संसारविनाशिनी ? // 1 // ચંદ્રની કઈ વસ્તુ સુખ આપનારી છે ? ભુવનની મધ્યે કોણ છે ? નિષેધને કહેનાર કોણ છે ? અને સંસારનો નાશ કરનાર કોણ છે? તે સાંભળી તેનો જવાબ બીજા કોઈએ ન આવે, ત્યારે ઘનરથ રાજાએજ આપે કે –માવના (એટલે કે ચંદ્રની મેં-કાંતિ સુખ આપનારી છે, ભુવન એ ત્રણ અક્ષરની મધ્યે વ અક્ષર છે, નિષે ધ બતાવનાર ના શબ્દ છે, અને સંસારનો નાશ કરનાર માવના છે.) આ પ્રમાણે ક્ષણવાર તેઓએ પરસ્પર પ્રકનોત્તરવડે વિનોદ કર્યો, તેવામાં એક ગણિકાએ ત્યાં આવી રાજાને કહ્યું કે-“હે દેવ! આ મારો કુકડો બીજા કેઈ પણ કુકડાથી જીતાય તે નથી, અથવા જે કાઈના પણ ચિત્તમાં પોતાના કુકડાના બળને ગર્વ હોય તે પોતાનો કુકડે આપની પાસે લાવે, અને મારા કુકડા સાથે લડાવે. તેમાં જે કોઈને કુકડે મારા કુકડાને હરાવે તે તેને હું લાખ દ્રવ્ય આપું, અને જે મારે કુકડે તે તો તેની પાસેથી હું લાખ દ્રવ્ય લઉં.” તે સાંભળી મનેરમા રાણીએ રાજાની રજા લઈ દાસી પાસે પિતાને કુકડો મંગાવી તે ગણિકાની સરત કબુલ કરી, તેના કુકડા સન્મુખ મુકો. ત્યારપછી તે બને કુકડા પરસ્પર યુદ્ધ કરવા લાગ્યા. તે વખતે ચાંચ અને પગના પ્રહારથી યુદ્ધ કરતા તે બંને કુકડાની સભ્યોએ પ્રશંસા કરી. તેટલામાં ઘરથ રાજા તીર્થકર હોવાથી ગર્ભવાસમાંથી જ ત્રણ જ્ઞાનવાળા હતા, તેથી તેણે પોતાના પુત્ર મેઘરથને કહ્યું કે –“હે વત્સ ! આ બને ચિરકાળ સુધી યુદ્ધ કરશે તો પણ બેમાંથી એકે જીતશે નહીં " તે સાંભળી મેયરથ કુમારે પૂછ્યું કે –“તેનું શું કારણુ?” ત્યારે ત્રણ જ્ઞાનને ધારણ કરનાર રાજાએ કહ્યું કે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust