________________ 180 શ્રી શાંતિનાથ ચરિત્ર. આ અવસરે દેવેંદ્રની અગ્રમહિષીઓ રંભા અને તિલોત્તમાં વજયુધ મુનિને નમસ્કાર કરવા આવી. તેમને આવતી જોઈ તે દુષ્ટ દેવો તત્કાળ નાસી ગયા. તેમને નાસતા જોઈ તે ઇંદ્રની પત્નીઓએ ભય ઉપજાવનાર વચનેવટે તેમને અત્યંત તિરસ્કાર કર્યો. ત્યાર પછી પરિવાર સહિત રંભા દેવાંગના તે મુનિની પાસે ભક્તિભાવથી વિલાસ કરીને મને હર નૃત્ય કરવા લાગી, અને તિલોત્તમા પરિવાર સહિત સાત સ્વર અને ત્રણ ગ્રામે કરીને ઉત્તમ સંગીત કરવા લાગી. ત્યારપછી તે દેવીએ પરિવાર સહિત મુનિને વાંદી પોતાને સ્થાને ચાલી ગઈ. વજાયુધ મુનીશ્વર અતિ દુષ્કર એવી વાર્ષિક પ્રતિમાને પારી સંપૂર્ણ કરી ફરીથી પૃથ્વીમંડળ પર વિહાર કરવા લાગ્યા. એકદા ક્ષેમંકર જિનેશ્વર ક્ષે ગયા પછી તે મુનિ સહસાયુધ રાજાના નગરમાં આવ્યા. વજાયુધ મુનિનું આગમન સાંભળી સહસાયુધ રાજા મેટા ઉત્સવ પૂર્વક તેમની પાસે આવ્યો, અને તે મુનિવરને વંદના કરી. તેમની પાસે ધર્મદેશના સાંભળતાં તે પ્રતિબંધ પામ્ય, એટલે શતબળ નામના પોતાના પુત્રને રાજ્ય પર સ્થાપન કરી તેજ મુનિની પાસે તેણે દીક્ષા ગ્રહણ કરી. અનુક્રમે તે પણ ગીતાર્થ થયા. ત્યાર પછી પિતાના પરિવારમાં ભળી ગયા, અને તે બન્ને પિતાપુત્ર વિવિધ પ્રકારની તપસ્યા કરતા પૃથ્વી પર વિચારવા લાગ્યા. પ્રાંતે તે બન્ને મુનિ અપપ્રાગભાર નામના પર્વત પર ચડી ત્યાં પાદપપગમ * અનશન કરીને રહ્યા. અનુક્રમે શુભ ધ્યાનવડે સર્વકર્મનો ક્ષય કરી તે વજાયુધ અને સહસાયુધ બંને મુનીશ્વર નવમા ગ્રેવેયકમાં દેવ થયા. ઇતિ શ્રી ગધબંધ શ્રી શાંતિનાથ ચરિતેડછમનવમ ભવવષ્ણુને નામ ચતુર્થ પ્રસ્તાવ: 4, --- -- - * P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust