________________ 178 શ્રી શાંતિનાથ ચરિત્ર. રોહક!તે શી રીતે જાણ્યું કે એ પાંચ મારા બાપ છે?” તેણે કહ્યું- " તમારા ગુણેએ કરીને જાણ્યું.” રાજાએ પૂછયું—“મારા - કેવા ગુણે છે?” તે બે -“હે દેવ ! નીતિયુક્ત રાજ્યનું પાલન કરો છે તેથી જણાય છે કે તમે રાજાના પુત્ર છે, તમે જેના પર તુષ્ટમાન થાઓ છે તેને ઘણું દ્રવ્ય આપે છે તેથી જણાય છે કે તમારે પિતા ધનદ છે, તમે જેના પર રોષ કરે છે તેનું સ્વસ્વ હરણ કરે છે તેથી તમારે પિતા ધોબી સંભવે છે, અને તમે કંટકથી વીધે તેથી મેં વિચાર્યું કે તમારા પિતા વીંછી પણ છે, તથા તમે અત્યંત કપ કરે છે તેને અનુસારે તમારો પિતા ચંડાળ પણ ઘટે છે.” તે સાંભળી તેનો નિશ્ચય કરવા માટે રાજાએ પોતાની માતાને પૂછયું, ત્યારે તેણુએ કહ્યું કે –“હે વત્સ! તુસ્નાન કર્યા પછી પ્રથમ મને એક વખતે ધાબી, ચંડાળ, અને વીંછીનું દર્શન થયું હતું. તે સાંભળી રેહકનું વચન સત્ય માની તેની બુદ્ધિની કળાથી ચમત્કાર પામેલા રાજાએ તેનું સન્માન કરી તેને પાંચસે મંત્રીમાં મુખ્ય બનાવ્યું. ત્યારપછી તે રોહકની બુદ્ધિના પ્રભાવથી બળવાન રાજાઓ પણ અરિકેસરી રાજાને વશવતી થયા. ઇતિ ઔપાતિકી બુદ્ધિના વિષય ઉપર રેહકની કથા. બીજી વૈનાયિકી બુદ્ધિ છે. તે ગુરૂને વિનય કરવાથી પ્રાપ્ત થાય છે. ભણેલા નિમિત્તાદિક શાસ્ત્રમાં જે સુંદર વિચાર ઉત્પન્ન થાય છે, તેમાં ગુરૂને વિનયજ પ્રમાણભૂત છે. તથા ઘટ વિગેરે પદાર્થો બનાવવા, ચિત્ર આળેખવા એ વિગેરે જે શિ૯૫જ્ઞાન છે તે ત્રીજી કામિકી બુદ્ધિ કહેવાય છે, તથા પરિણામના વશથી–વયના પરિપાકથી વસ્તુને નિશ્ચય કરનારી જે બુદ્ધિ તે ચેથી પરિણામિકી બુદ્ધિ કહેવાય છે. આ બુદ્ધિના વિષયમાં અનેક દષ્ટાંતે શાસ્ત્રને વિષે કહેલાં છે, પરંતુ ગ્રંથ મેટ થઈ જવાના ભયથી તે અહીં લખ્યા નથી. આ ચાર પ્રકારની બુદ્ધિને અશ્રુત નિશ્ચિત મતિજ્ઞાન કહેલું છે. આ મતિજ્ઞાનથી પ્રાણુઓ સમગ્ર શ્રુતજ્ઞાનને અભ્યાસ કરી શકે છે, અને શ્રુત જ્ઞાનવડે ત્રાણ કાળનું જ્ઞાન પ્રાપ્ત થાય છે. તે વિષે આગમમાં કહ્યું છે કે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust