________________ 168 શ્રી શાંતિનાથ ચરિત્ર. તે સાંભળી સૂરીશ્વરે અવધિજ્ઞાનવડે તેનો પૂર્વભવ જાણું કહ્યું કે “હે શ્રેષ્ઠી ! સાવધાન થઈને સાંભળે નીતિપુર નામના નગરમાં કેઈ એક કુળપુત્ર રહેતો હતો. તેણે સંસારથી વૈરાગ્ય પામી સુધર્મ નામના મુનિ પાસે દીક્ષા ગ્રહણ કરી, ગુરૂની આપેલી શિક્ષા તે નિરંતર સાંભળતો હતો. એકદા ગુરૂએ તેને કહ્યું કે-“હે સાધુ! તમે આવશ્યક ક્રિયાનું ખંડન કેમ કરો છો ? વ્રતમાં અતિચાર લગાડવાથી દોષ લાગે છે.” તે સાંભળી ભય પામેલા તે મુનિ કાયગુપ્તિ પાળવામાં અશક્ત હોવાથી મુનિઓની વૈયાવચ્ચ કરવા લાગ્યા. અનુક્રમે સમાધિવડે મરણ પામી તે મુનિ સૈધર્મ દેવલકમાં દેવપણું પામ્યા, આયુષ્યને ક્ષયે ત્યાંથી ચવીને શ્રેષ્ઠી ! તે આ તમારો પુત્ર થયેલ છે. પાંચ સમિતિ અને બે ગુપ્તિ એ સાત પ્રવચનમાતાઓ તેણે સારી રીતે આરાધી હતી, તેથી તેને સાત પ્રિયાએ ફ્લેશ વિનાજ પ્રાપ્ત થઈ અને આઠમી કાયગુપ્તિ કષ્ટથી આરાધી હતી તેથી આઠમી પ્રિયા કષ્ટથી પ્રાપ્ત થઈ; તેથી કરીને બુદ્ધિમાન પુરૂષ ધર્મકાર્યમાં સર્વથા પ્રકારે પ્રમાદ તજવા યોગ્ય છે.” આ પ્રમાણે પિતાને પૂર્વ ભવ સાંભળી વિવેકી પુણ્યસારે શ્રાવક ધર્મ અંગીકાર કર્યો અને પુરંદર શ્રેષ્ઠીઓ વૈરાગ્ય પામી ચારિત્ર અંગીકાર કર્યું. ત્યાર પછી અનુક્રમે તેને કેટલાક પુત્રો થયા. વૃદ્ધાવસ્થામાં પુણ્યસાર પણ દીક્ષા લઈ મરણ પામીને સદ્દગતિએ ગયા. ઈતિ પુયસાર કથા. આ પ્રમાણે પુણ્યસારની કથા સાંભળી કનકશક્તિ રાજાએ વૈરાગ્યથી રાજ્યલક્ષ્મીને ત્યાગ કરી ચારિત્ર ગ્રહણ કર્યું તથા વિમલમતી નામની સાથ્વીની પાસે તેની બને ભાર્યાઓ સંયમ અંગીકાર કરી તપ સાધવામાં તત્પર થઈ. એકદા તે કનકશક્તિ મહામુનિ પૃથ્વી પર વિહાર કરતા અનુક્રમે સિદ્ધિ નામના પર્વત ઉપર જઈ એક રાત્રિની પ્રતિમાએ રહ્યા તે વખતે તેના પૂર્વ ભવના વૈરી હિમચૂલ નામના દેવે ત્યાં આવી તેને મોટા ઉપસર્ગો કર્યો. તે જોઈ ખેચરોએ તે દેવને નિવાર્યો. ત્યારપછી પ્રભાતે કાયોત્સર્ગ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust