________________ 157 ચતુર્થ પ્રસ્તાવ છે. આ કન્યા અવશ્ય તમારા પુત્રને જ આપવાની છે, એમાં કહેવાનું જ શું છે? તમારું વચન પ્રમાણ છે. કન્યા તો ગમે તેને આપવાની જ છે, તેમાં પણ જો તમે જ માગું કરો છો તે પછી બીજું શું જોઈએ? તમારું વચન મારે પ્રમાણ છે.” આ પ્રમાણે રત્નસાર શ્રેષ્ઠીએ કહ્યું, તેવામાં પિતાની જ પાસે બેઠેલી તે બાળિકા એકદમ બોલી ઉઠી કે-“હે પિતાહું પુણ્યસારની ભાર્યા નહીં થાઉં.” આવું તેણીનું વચન સાંભળી પુરંદર શ્રેણીએ વિચાર કર્યો કે –“અહો! મારા પુત્રે આ કન્યા સાથે પાણિગ્રહણને અભિલાષ કર્યો છે તે વૃથાજ છે. બાલ્યાવસ્થામાં પણ જેની વાણી આવી કઠોર છે, તે વનથી ઉન્મત્ત થશે ત્યારે તેના પતિને સુખદાયક કયાંથી થશે?” આ પ્રમાણે તે વિચાર કરતે હતો તેટલામાં તેને રત્નસારે કહ્યું કે - “આ મારી પુત્રી મુગ્ધા છે, શું બોલવું? અને શું ન બોલવું? તે કાંઈ સમજતી નથી, તેથી આનું કહેલું આપે મનમાં લાવવા જેવું નથી. હે શ્રેણી ! હું તેને સમજાવીશ કે જેથી તે તમારા પુત્રને પરણશે. તે વચન સાંભળી પુરંદર શ્રેણી ત્યાંથી ઉઠી સ્વજન સહિત પિતાને ઘેર આવ્યા. પછી પુત્રને તેની કથા કહીને પિતાએ કહ્યું કેહે વત્સ! તે કન્યા તારે માટે અગ્ય છે. કારણ કે— कुदेहां विगतस्नेहां, लज्जाशीलकुलोज्झिताम् / अतिप्रचंडां दुस्तुंडां, गृहिणी परिवर्जयेत् // 1 // “ખરાબ શરીરવાળી, સ્નેહ રહિત, લજજા, શીળ અને કુળ વિનાની, અતિ પ્રચંડ તથા ખરાબ મુખવાળી ભાર્યાને વર્જવી.” આ પ્રમાણે કહેલું છે. તે સાંભળી પુણ્યસાર બે કે“પિતાજી! આપ કહો છો તે સત્ય છે, પણ હું જે તેજ કન્યાને પરાણું તે મારી પ્રતિજ્ઞા સત્ય થાય તેમ છે, અન્યથા થાય તેમ નથી.” પિતાને આ પ્રમાણે ઉત્તર આપી બુદ્ધિમાન પુણ્યસારે તેની પ્રાપ્તિને માટે બીજો ઉપાય પણ ચિંત. એકદા પિતાના કહેવાથી પિતાની કુળદેવીને પ્રભાવવાળી સાંભળી તેણે શુભ દિવસે પુપ, નૈવેદ્ય, ધપ અને વિલેપન વિગેરે ઉત્તમ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust