________________ શ્રી શાંતિનાથ ચરિત્ર જળના બિંદુઓ તેણે જોયા. તે જોઈ રાજાએ વિચાર્યું કે –“આ વર્ષાઋતુનું જળ શાખાની પિલમાં આટલો કાળ ભરાઈ રહ્યું હશે, તે અત્યારે પડે છે.” એમ વિચારી ખાખરાના પાનનો પડીયેા કરી તૃષાતુર થયેલા રાજાએ તેની નીચે મૂ. અનુક્રમે તે પડીયો ડોળા શ્યામ જળવડે ભરાઈ ગયો. તેને ગ્રહણ કરી રાજા જેટલામાં પીવા જાય છે, તેટલામાં કોઈ પક્ષી વટ વૃક્ષ ઉપરથી નીચે ઉતરી તે જળનું પાત્ર રાજાના હાથમાંથી પાડી નાંખી વૃક્ષની શાખા પર જઈને બેઠું. તે જોઈ વિલક્ષ થયેલા રાજાએ ફરીથી તેજ પ્રમાણે તે પાત્ર ભરીને પીવાનો આરંભ કર્યો. તેટલામાં તેજ પક્ષીએ ફરીથી પણ તે પાત્ર ઢાળી નાંખ્યું. ત્યારે રાજાએ ક્રોધમાં આવી વિચાર કર્યો કે–“હવે જે તે દુરામા પક્ષી આવશે તે હું તેને મારી નાંખીશ. " એમ વિચારી એક હાથમાં ચાનક રાખી બીજે હાથે જળને માટે ફરી પડિયે મૂછ્યો. તે જોઈ પક્ષીએ વિચાર્યું કે- આ રાજા કેપિત થયે છે, તેથી જો હવે પડિયો પાડી નાંખીશ તે અવશ્ય તે મને હશે, અને જો નહીં પાડી નાંખ્યું તો આ રાજા તે વિષજળ પીવાથી અવશ્ય મરણ પામશે; તેથી મારું મરણ થાય તે ભલે થાય, પણ રાજા જીવે તો સારું.” એમ વિચારી ફરીથી પણ તે પક્ષીએ રાજના હાથમાંથી તે પત્રપુટ પાડી નાંખે. એટલે કોપ પામેલા રાજાએ ચાબકાના ઘાથી તેને મારી નાંખે, ત્યારપછી હર્ષિત ચિત્તે રાજાએ ફરીથી તે પાત્ર સ્થાપન કર્યું. તે વખતે તે જળ જરા આઘે આઘે પડવા માંડ્યું. તે જોઈ વિસ્મય પામેલા રાજાએ ઉભા થઈ વૃક્ષ પર ચડીને જોયું તો તેના કટરમાં અજગર જણાયો. તે જોઈ રાજાએ વિચાર્યું કે–“ અરે ! આ કાંઈ જળ નથી; પણ આ તો સુતેલા અજગરના મુખમાંથી વિષ પડે છે, તેથી જે મેં તે પીધું હોત તો અવય મારૂં મરણ થાત. અહો! તે પક્ષીએ વારંવાર મને નિષેધ કર્યો, પણ મેં મૂખે જાણ્યું નહીં. હા હા ! તેવી મૂર્ખતાને લીધે તે પરોપકારી પક્ષીને પરમાર્થ જાણ્યા વિના મેં હણી નાંખે. આ પ્રમાણે રાજા પશ્ચાત્તાપ કરે છે, તેટલામાં તેના સૈનિકે આવી પહોંચ્યા અને ત્યાં પોતાના સ્વામીન જોઈ તેઓ હર્ષ પામ્યા. ત્યારપછી P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust