________________ ચતુર્થ પ્રસ્તાવ. 139 સ્વામિનકાળ નિર્ગમન કરવા માટે આપ એક કથા કહે, અથવા હું કહું તે આપ સાભળો.” રાજાએ કહ્યું–“તું જ કહે.” ત્યારે દુર્લભરાજ બેલ્યો–“આજ ભરતક્ષેત્રમાં કોઈ પર્વત ઉપર રાજપુર નામનું નગર છે. ત્યાં શત્રુદમન નામને રાજા હતા. તેને રત્નમાળા નામની પટરાણી હતી. એકદા તે રાજા સભામાં બેઠા હતા, તેવામાં પ્રતીહારે આવી વિજ્ઞપ્તિ કરી કે-“આપના દ્વાર પાસે એક બટુક આવેલું છે. " તે સાંભળી રાજાએ તેને પ્રવેશ કરાવવાની આજ્ઞા આપી. તેણે તેને સભામાં દાખલ કર્યો, પરંતુ રાજા કાર્યમાં વ્યગ્ર હતા, તેથી તે બટુક આસન પર બેસી મન રહ્યો. ત્યારપછી રાજા સભા વિસર્જન કરી શ્રમને દૂર કરનારા અત્યંગ સ્નાનાદિ કરી દેવપૂજા કરવા માટે સુંદર સ્થાને બેઠે. તે વખતે બટુકે રાજાને દેવ માટે પુપો આપ્યાં. રાજાએ તેને પૂછયું કે-“હે ભદ્ર ! તું કોણ છે? અને ક્યાંથી આવ્યો છે?” તેણે જવાબ આપે કે–“હે રાજન ! મારો વૃત્તાંત સાંભળ:–અરિષ્ટ નામના પૂરમાં યજ્ઞદત્ત નામના બ્રાહ્મણને હું પુત્ર છું. મારું નામ શુભંકર છે. દેશાંતરમાં કેતુક જોવાને નીકળ્યો છું. ફરતાં ફરતાં અહીં આપની સમીપે આવ્યો છું.” તે સાંભળી રાજાએ તેને સ્વભાવે વિનયવાળ, મધુર બોલનાર અને સુંદર સ્વભાવવાળો જાણી પોતાની પાસે રાખે. તે પણ નિશ્ચિતપણે ત્યાં રહ્યો. કહ્યું છે કે– * રહ્યાની ક્રિયાત્તાપી, કૃતજ્ઞો દદૂર છે विज्ञानी स्वामिभक्तश्च, स सर्वगुणमन्दिरम् // 1 // જે શૂરવીર, દાતાર, પ્રિય બેલનાર, કૃતજ્ઞ, દઢ મૈત્રીવાળો, કળાવાન અને સ્વામીભક્ત હોય તે સર્વ ગુણોનું મંદિર છે.' ત્યારપછી તે શુભંકર રાજાની ગેરવતાને લીધે અંત:પુર વિગેરે સ્થાનમાં પણ સ્વેચ્છાએ ગમનાગમન કરવા લાગ્યા. એકદા તે નગરીની સમીપે કે સિંહ આવ્યું, ત્યારે કોઈ એક પારાધિએ આવી સર્વ વૃત્તાંત રાજાને કહ્યો. તે સાંભળી રાજા પણ ચતુરંગ સૈન્ય 1 બ્રાહ્મણ પુત્ર. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust