________________ - ચતુર્થ કરતાવ. . 137 યત્નથી રક્ષણ કરજે.” રક્ષક પુરૂષ રાત્રિદિવસ ત્યાંજ રહીને તેનું રક્ષણ કરવા લાગ્યા. એકદા દેવગે તેનું એક ફળ રાત્રિમાં પોતાની મેળેજ તુટીને પૃથ્વી પર પડ્યું. પ્રભાત કાળે રક્ષક નરોએ તે પાકેલું ફળ પડેલું જોઈ હર્ષ પામી તત્કાળ રાજાને જઈને આપ્યું. રાજાએ વિચાર કર્યો કે-“આ નવું ફળ પ્રથમ કોઈ પાત્રને આપવું યોગ્ય છે.” એમ વિચારી રાજાએ ચાર વેદને જાણનાર દેવશર્મા નામના બ્રાહ્મણને બોલાવી ભક્તિપૂર્વક તે અમૃતફળ તેને આપ્યું. તે બ્રાહ્મણે પણ રાજાએ આપેલું તે આમ્રફળ લઈ પોતાને ઘેર જઈ દેવપૂજા કરીને તેનું ભક્ષણ કર્યું કે તરત જ તે મૃત્યુ પામ્યા. તે વાત કેઈએ રાજા પાસે કહી–“ હે રાજન ! દેવશર્મા બ્રાહ્મણે તે ફળ ખાધું કે તરત જ મૃત્યુ પામ્યો છે.” તે સાંભળી રાજા ખેદ સહિત બેલ્યો કે“અહો ! મેં ધર્મની બ્રાંતિથી મોટું બ્રહ્મહુવાનું મહા પાપ બાંધ્યું, ખરેખર તે વિષફળ કોઈ શએ પ્રપંચ કરી મને મારી નાંખવા માટેજ મોકલેલું હોવું જોઈએ; તેથી જો કે આ વૃક્ષ મેં પોતેજ વાવ્યું છે અને પ્રયત્નથી તેનું પાલન કર્યું છે તે પણ ઘણા પ્રાણીઓના વિનાશનું કારણ હેવાથી તે વિષવૃક્ષને જલદી છેદી નાંખવું જોઈએ.” આ પ્રમાણે કહી તેવી આજ્ઞા કરતાં તત્કાળ રેવક પુરૂષોએ તીક્ષણ કુહાડાવડે તે ઉત્તમ વૃક્ષને મૂળથી છેદી પૃથ્વી પર પાડી નાંખ્યું. તે વખતે કોઢ વિગેરે રોગથી પીડા પામેલા માણસો તે વિષવૃક્ષનું છેદન સાંભળી પોતાના જીવિતવ્યથી ખેદ પામેલા હોવાથી સુખે સુખે મૃત્યુ પામવા માટે ત્યાં આવ્યા. તેમાંથી કોઈએ તે વૃક્ષનું પાકેલું, કેઈએ નહીં પાકેલું અને કોઈએ અધું પાકેલું જેવું હાથ આવ્યું તેવું ફળ ખાધું, કેઈએ પત્ર અને કેઈએ તેની મંજરીભક્ષણ કરી. તેથી તે સર્વે તત્કાળ નિરોગી અને અદ્વિતીય સ્વરૂપવાળા થઈ ગયા. એ રીતે કુષ્ટાદિક વ્યાધિવાળાઓને દિવ્ય રૂપવાળા થયેલા જોઈ વિસ્મય પામેલે રાજા વિચાર કરવા લાગ્યો કે –“અહો ! આ આમ્રવૃક્ષની આવી સ્થિતિ કેમ થઈ કે જેથી સામાન્ય માણસોને તેનાથી ગુણ થયો અને વેદ વેદાંગમાં નિપુણ બ્રાહ્મણ મરણ પામ્યા?” 18. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust