________________ ૧૩ર - શ્રી શાંતિનાથ ચરિત્ર. એમ કહી તે રાજા પાસે ગયે, અને એક અમૂલ્ય રત્નાવળી હારની ભેટ કરી રાજાની નજીકમાં બેઠે. રાજાએ તેને ઘણું સન્માન કરી પૂછયું કે-“હે સાર્થપતિ ! તમે ક્યાંથી આવ્યા છે ?" ત્યારે તેણે પિતાને સર્વ વૃત્તાંત કહ્યો, અને પછી બોલ્યો કે–“હે મહારાજ! જે આપનું આભરણુ આપને મળ્યું હોય તે મારે શરણે આવેલા આ તસ્કરને મૂકી દો.” રાજાએ કહ્યું—“આભરણ મળ્યા છતાં પણ આનો વધ કરેજ છે, તો પણ તે સાર્થેશ! તમારી પ્રાર્થનાથી એને મુક્ત કરું છું. તે સાભળી “મારા પર મોટી કૃપા કરી.” એમ કહી રાજાને નમી સાથપતિ તે ચેરને સાથે લઈ પોતાને સ્થાને ગયો. રાજાના માણસના કહેવાથી આરક્ષક પુરૂષે પોતાને ઠેકાણે ગયા. પછી શ્રેષ્ઠીપુત્રે તે ચેરને સાથે ભેજન વિગેરે કરાવીને કહ્યું કે–“હે ભદ્ર! હવે પછી તારે ચેરીનું કાર્ય કોઈ પણ વખત કરવું નહિ.” તે સાંભળી ચારી નહીં કરવાનો નિશ્ચય કરી તેણે સાથે પતિને કહ્યું ક–“હે શ્રેષ્ઠી ! હવે પછી હું તમારી કૃપાથી ચોરી નહીં કરું અને પરલોકમાં હિત કરનારૂં વ્રત ગ્રહણ કરીશ. પરંતુ મારી પાસે કોઈ - સાધુને આપેલ મહાપ્રભાવવાળે ભૂતને નિગ્રહ કરનારે એક મંત્ર છે, તે તમે ગ્રહણ કરે. મારી આ પ્રાર્થનાને ભંગ કરશે નહીં.” તે સાંભળી પપકાર કરવાના સાધનરૂપ તે મંત્રને તેણે ગ્રહણ કર્યો. 'સ્કર પણ વિધિપૂર્વક મંત્ર આપી પોતાને સ્થાને ગયે. ત્યારપછી તે ધનદત્ત સાર્થવાહ ત્યાંથી પ્રયાણ કરી અનુક્રમે કાદંબરી નામની અટવીમાં પહોંચે. ત્યાં એક મોટી નદીને કાંઠે સાથે પડાવ કર્યો. સર્વ મનુષ્ય ભેજનાદિક તૈયાર કરવા લાગ્યા તે વખતે એક ઠેકાણે બેઠેલા સાર્થેશે એક પારાધિને છે. તેના શરીરનો વર્ણ શ્યામ હતું, તેના નેત્રે રકતવર્ણવાળા હતા, તેના હાથમાં ધનુષ્ય બાણ હતા, અને તેની સાથે ઘણું કુતરાઓ હતા. આ છતાં પણ તે કાંઈક દુઃખને લીધે તે હતો. તેને જોઈ આશ્ચર્ય પામેલા સાર્થવાહે વિચાર કર્યો કે–“ આ શી રીતે ઘટે?” એમ વિચારી શ્રેષ્ઠીએ આગ્રહથી તેને પૂછ્યું કે–“તું કેમ રૂદન કરે છે? તેનું કારણ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust