________________ 125 ચતુર્થ પ્રસ્તાવ. . વૈદ્યક શાસ્ત્રમાં દૂધનું પાન ઘણું ગુણકારક કહ્યું છે.” એમ સાંભળી કઈ મુઢમતિવાળે આકડાના દુધનું પાન કરે તે તેના આંતરડા સડી જાય અને માટે વ્યાધિ ઉત્પન્ન થાય અને કોઈ બુદ્ધિમાન વિચાર કરી ગાયનું દુધ પીએ તે તે તેને બળ અને પુષ્ટિ કરનારૂં થાય તેથી કરીને વિચારપૂર્વક ધર્મ આદરવા એગ્ય છે. બીજું કાર્ય પણ વિચાર્યા વિના કર્યું હોય તો અમૃતામ્રને વિનાશ કરનારા રાજાદિકની જેમ તે મેટા દોષને ઉત્પન્ન કરે છે. એટલે કે જેમ અમૃત ફળવાળા આમ્રવૃક્ષનો વિનાશ કરનાર રાજા વિગેરેને પશ્ચાત્તાપ થયે તેમ તેને પણ પશ્ચાત્તાપ થાય છે. તે સાંભળી સભામાં રહેલા સર્વ જનોએ જિનેશ્વરને પૂછયું કે–“હે પ્રભુ! વિચાર્યા વિના કાર્ય કરનારા તેઓને કેવી રીતે દોષ પ્રાપ્ત થયો તે કહો.” ત્યારે શ્રી તીર્થકર બેલ્યા કે—“હે ભવ્યજને ! તેની કથા સાંભળો– “માલવ દેશમાં ઉજજયિની નામની પૂરી છે. તે પૃથ્વી ઉપર પ્રસિદ્ધ છે. તેમાં જિતશત્રુ નામે રાજા રાજ્ય કરતે હતે. તેને વિજયશ્રી નામની રાણી હતી. તે પટ્ટરાણી સાથે વિષયસુખ ભોગવતો રોજા સુખે કરીને રાજ્ય પાળતે હતે. એકદા રાજ સભામાં બેઠો હતા, તેટલામાં પ્રતિહારે આવીને રાજા પાસે વિનંતિ કરી કે“હે સ્વામિન્ ! આપના મંદિરના દ્વાર પાસે રૂપે કરીને રાજપુત્ર - જેવા ચાર પુરૂષે આવેલા છે, તેઓ આપના દર્શન માટે ઉત્કંઠા રાખે છે.” તે સાંભળી રાજાએ કહ્યું-“હે પ્રતિહાર ! તેમને શીદ્ય અંદર પ્રવેશ કરાવ.” પછી દ્વારપાળના કહેવાથી તે ચારે પુરૂષ રાજસભામાં આવી રાજાને પ્રણામ કરી વિનયથી નમ્ર થઈ ઉભા રહ્યા. ત્યારે રાજાએ તેમને આસન વિગેરે આપી તેમને સત્કાર કરી તેમની સન્મુખ ઈ–“આ કોઈ સારા વંશમાં ઉત્પન્ન થયેલા જણાય છે” એમ વિચારી તેમને તાંબુળ વિગેરે આપી સન્માન કરી રાજાએ પૂછયું કે–“તમે ક્યાંથી આવ્યા છે ? અને તમારે શું પ્રયોજન છે?” ત્યારે તેમાં જે સૌથી નાનો હતો તે બે કે “હે દેવી! ઉત્તર પ્રદેશમાં સુવર્ણ તિલક નામનું શ્રેષ્ઠ નગર છે. તેમાં રિમર્દન નામે રાજા હતા, તેને ચારૂ રૂપવતી નામની - P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust