________________ 120 શ્રી શાંતિનાથ ચરિત્ર. ઘેર્યગુણ કેને આશ્રયે જઈને રહેશે?” તે સાંભળી બળદેવ કાંઈક શાક રહિત થયા. અન્યદા યશોધર નામના ગણધર મહારાજા ત્યાં પધાર્યા. તેમનું આગમન સાંભળી અપરાજિત રાજા સોળ હજાર રાજાઓ સહિત તેમને વાંદવા ગયા. ગણધરને વંદના કરી, ચગ્ય સ્થાને હાથ જોડીને બેઠા. તે વખતે ગણધર મહારાજે આ પ્રમાણે દેશના આપી–“ ઈષ્ટ જનના વિયોગથી ઉત્પન્ન થતા શોકનો સત્કરૂષે ત્યાગ કરવો, કારણકે પૂર્વના આચાર્યોએ તેને પિશાચરૂપે વર્ણવ્યો છે. ઈષ્ટના વિયેગ રૂપી મહારોગથી પીડાતા પ્રાણીઓએ સુશ્રુત માં કહેલું શ્રેષ્ઠ ધમૌષધ કરવું તેજ એગ્ય છે.” આ પ્રમાણે ગણધરની દેશના સાંભળી અપરાજિત બળદેવે શાકનો ત્યાગ કરી ગણધરને વંદના કરી ઘેર આવી પોતાના પુત્રને રાયપર સ્થાપન કરી રાજાઓના સમૂહ સહિત તેજ ગણધરની સમીપે દીક્ષા ગ્રહણ કરી. ત્યાર પછી ઘણે કાળ તીવ્ર તપ તપી, અંતે અનશન કરી, શુભ ધ્યાનવડે મરણ પામીને અશ્રુત દેવલોકમાં દેવેંદ્ર થયા. . આ જંબદ્વીપના ભરતક્ષેત્રમાં વૈતાઢ્ય પર્વત ઉપર દક્ષિણ શ્રેણિને વિષે ગગનવલ્લભ નામનું નગર છે. તેમાં મેઘવાહન નામનો વિદ્યાધર રાજા રાજ્ય કરે છે. તેને રૂપ અને લાવણ્યથી શોભતી મેઘમાલિની નામની ભાર્યા છે. અનંતવીર્યનો જીવ પહેલી નરકમાંથી નીકળી તેણીની કુક્ષિમાં પુત્રપણે ઉત્પન્ન થયા. યોગ્ય સમયે તેને પ્રસવ થયે, મેઘનાદ નામ પાડયું, તે અનુક્રમે યુવાવસ્થા પામ્યા. પિતાએ તેને ઘણું રાજકન્યાઓ પરણાવી. પછી તેને પોતાના રાજ્ય પર સ્થાપન કરીને તેણે દીક્ષા ગ્રહણ કરી . મેઘનાદ રાજા અને શ્રેણિનો સ્વામી થયો. તેણે પોતાના પુત્રને એક ને દશ વૈતાઢ્ય પરના નગરો વહેંચી આપ્યા. એકદા મેઘનાદ રાજાએ મેરૂ પર્વત ઉપર જઈ શાશ્વતી જિનપ્રતિમાઓની અને પ્રજ્ઞપ્તિ વિદ્યાની પૂજા કરી, તેટલામાં ત્યાં સ્વર્ગવાસી દેવ આવ્યા. તેમાં અપરાજિતનો જીવ કે જે અયુરેંદ્ર થયે હતું તે પણ આવ્યું. તેણે 1 તે નામનો વૈદ્યક ગ્રંથ-બીજા પક્ષમાં સારું પ્રત–આગમ. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust