________________ તૃતીય પ્રસ્તાવ. ' . ' 115 રાજાએ તે ત્રિદંડીના મર્મસ્થાનમાં પ્રહાર કરી તેને પૃથ્વી પર પાડી દીધે. તે પ્રહારથી વ્યાકુળ થયેલા તસ્કરે રાજાને કહ્યું કે-“હે વીર સુભટ ! હું તેજ ચાર છું કે જેણે આ આખી નગરીમાં ચોરી કરી છે. આજે મારૂં મરણ થશે. પરંતુ હે વીર ! મારું એક વચન સાંભળ.– આ દેવમંદિરની પાછળ એક મેટું પાતાળમંદિર છે. તેમાં ઘણું ધન છે. ત્યાં મારી બહેન ધનદેવી નામે છે, તથા જે મેં બીજા નગરની સ્ત્રીઓને હરણ કરી છે તે પણ તેમાં જ છે. તેથી હે પરાક્રમી ! તું ત્યાં આ મારૂં ખરું લઈને શીધ્ર જા. શિલાના વિવરમાંથી મારી બહેનને મારૂં ખરું દેખાડજે, અને મારા મરણના ખબર આપજે, એટલે તે મારી બહેન દ્વાર ઉઘાડી તને પ્રવેશ કરાવશે. તે વખતે અંદર જઈ તે સર્વધનાદિક લઈ જે જેનું હોય તે તેને આપજે.” આ પ્રમાણે કહી તે ચેર મરણ પામ્યા. ત્યારપછી રાત્રિમાંજ તે રાજા ત્યાં જઈ પાતાલમંદિરમાં પ્રવેશ કરી તેની બહેનને મળ્યા. તે વખતે તે ચારની બહેને મધુર વચન બોલવાપૂર્વક રાજાને સત્કાર કર્યો, અને કહ્યું કે—“ ક્ષણવાર આ પથંક ઉપર બેસે. આ સર્વ તમારું જ છે. તે પાપી મારો ભાઈ તેના પાપકર્મથીજ મરણ પામ્યો.” એમ કહી તે ચેરની બહેને ભોંયરાનું દ્વાર બંધ કર્યું. તે વખતે રાજા તે ચોરની બહેનને પોતાની સમુખ વારંવાર ગુપ્ત રીતે જોતી જાણીને મનમાં સાશંક થયે, તેથી તેણે વિચાર્યું કે –“આ દુષ્ટાને વિશ્વાસ કરવો યેગ્ય નથી. અને એકદમ વિચાર્યા વિના શયાપર બેસવું તે પણ ઠીક નથી. કદાચ આમાં પણ કાંઈક કપટ હશે.” એમ વિચારી શય્યાની ઉપર ઓશીકુ, મૂકી રાજા દીવાની ઓથે અંધારે ઉભો રહ્યો, તેટલામાં તે યંત્રથી ગોઠવેલી શય્યા દોરાના સંચારથી ભાંગી ગઈ અને તેની ઉપર મૂકેલું ઓશીકું શયાની નીચેના મોટા અંધકૃપમાં પડ્યું. રાજાએ સમગ્ર કપટરચના જાણી લીધી. ચેરની બહેને ઓશીકું પડ્યાને શબ્દ સાંભળ્યો, ત્યારે જાણ્યું કે-“યંત્રશગ્યા ઉપર બેઠેલે તે પુરૂષ જ કુવામાં પડ્યો.” એમ ધારી તે હાસ્ય સહિત તાળીઓ પાડતી P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust