________________ તૃતીય પ્રસ્તાવ. કઈ ઠેકાણે તે ચેરને જ નહીં. બીજે દિવસે સંધ્યા સમયે રાજા નગરીની બહાર કઈ વૃક્ષની નીચે બેઠે હતું, તેટલામાં કષાય રંગના વસ્ત્રને ધારણ કરનાર અને માર્ગની ધૂળથી વ્યાસ એક ત્રિદંડીને આવતે તેણે જોયે. જ્યારે તે સમીપે આવ્યા ત્યારે રાજાએ તેને પ્રણામ કર્યા. તે વખતે તે ત્રિદંડીએ રાજાને કહ્યું કે–“અરે ! તું ક્યાંથી આવ્યો છે ? ક્યાં જવાનો છે? અને તારે શું પ્રજન છે ?" તે સાંભળી વંઠના વેષવાળા રાજાએ કહ્યું કે-“હે ભગવન્! હું - દ્રવ્યને માટે ઘણા દેશોમાં ભમ્યો છું, પરંતુ કોઈ પણ ઠેકાણે મને ધન મળ્યું નહીં, તેથી હું ચિંતાગ્રસ્ત થયેલ છે. તે સાંભળી ત્રિદંડીએ કહ્યું-“હે પાંથા ધનને માટે ફરતા તે ક્યા ક્યા દેશો જોયા તે કહે.” રાજાએ કહ્યું કે– મેં ઘણા દેશે જોયા છે, પરંતુ તેમાંના કેટલાકનાં નામે યાદ છે તે કહું છું. હે ત્રિદંડી ! જે દેશમાં સ્ત્રીઓ એકજ વસ્ત્ર પહેરે છે તે લાટ દેશ મેં જોયે છે. તે દેશમાં પ્રાયે કરીને લોકો મધુર વચન બોલનારા છે, અને કેશને બાલ કહે છે. તથા સૈરાષ્ટ્ર દેશ પણ મેં જોયા છે. તે દેશમાં લાંબા કેશવાળી, મધુર સ્વરવાળી અને કામળા પહેરનારી આભીરની સ્ત્રીઓ દેખાય છે. ત્યાર પછી મેં કંકણુ દેશ જે. તેમાં શાળાનું ભેજન વિશેષે કરવામાં આવે છે, નાગરવેલના પાન અને કેળાં તે દેશમાં ઘણું થાય છે. એ જ પ્રમાણે ગુજરાત, મેદપાટ અને માલવ વિગેરે ઘણું દેશ જોયા, તેમના આચાર પણ જોયા, પરંતુ મને કઈ ઠેકાણે ધનની પ્રાપ્તિ થઈ નહીં.” તે સાંભળી ત્રિદંડીએ મનમાં વિચાર કર્યો કે–“ખરેખર આ કઈ પરદેશી અને ધનને અથી” હોય તેવું દેખાય છે.” એમ વિચારી તે ત્રિદંડીએ તેને કહ્યું કે –“હે પથિક! જે તું મારા કહેવા પ્રમાણે કરે તો તું અલ્પ કાળેજ મનવાંછિત ફળ પામીશ.” ત્યારે રાજા બેલ્યો કે–“હે ત્રિદંડી! જે કઈ વાંછિત દ્રવ્ય આપે તેની આજ્ઞામાં સર્વ કઈ રહેજ છે.” તે સાંભળી ત્રિદંડી બલ્ય કે-“હે પાંથ! અત્યારે પરસ્ત્રીગમન કરનારાને તથા ચાર વિગેરેને પ્રીતિ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust