________________ ' તૃતીય પ્રસ્તાવ. 107 ઘોડા અને પત્તિના ઉત્કટ શબ્દથી ભયંકર સૈન્યને માટે સમૂહ જે. તે સૈન્ય જોઈ અનંતવીર્ય યુદ્ધ કરવા તૈયાર થાય છે, તેટલામાં તો તે મોટા સૈન્યસાગરને જઈને કનકશ્રી ભયથી આકુળ વ્યાકુળ થઈ ગઈ. તેને અનંતવીયે આશ્વાસન આપી તત્કાળ પિતાનું સિન્ય એકઠું કર્યું. ત્યારપછી તે દમિતારિ અને અનંતવીર્યના સિનિકે પરસ્પર યુદ્ધ કરવા લાગ્યા. તે બને સૈન્યનું જબરું યુદ્ધ થયું, તેમાં દમિતારિ રાજાના સુભટોએ અનંતવીર્યના સૈન્યને પરાજિત ક્યું. તે જોઈ અનંતવીર્ય કાંઈક ચિંતામાં પડ્યો. તેટલામાં તેના ભાગ્યના વશથી તત્કાળ દેવતાવડે અધિષિત વનમાળા 1, ગદા 2, ખ 3, કસ્તુભ મણિ 4, પાંચજન્ય શંખ 5 અને શાક ધનુષ્ય 6 આ છ રત્નો ઉત્પન્ન થયાં. (સાતમું ચકરત્ન પ્રતિવાસુદેવ પાસેથી પ્રાપ્ત થશે.) તેને જોઈ અનંતવીર્ય રાજાએ ઉત્સાહ સહિત થઈ પાંચજન્ય શંખને હાથમાં લઈ: મુખ પાસે રાખી મહાબળથી પૂર્ણ કર્યો-વગાડ્યો કે તરતજ તેના પ્રબળ શબ્દથી સમગ્ર શત્રુનું સૈન્ય મૂછ પામ્યું, અને અનંતવીર્યનું સર્વ સૈન્ય બળવાન થયું. તે જેઈ દમિતારિ રાજા પોતે યુદ્ધ કરવા સજ્જ થયે એટલે અપરાજીત સહિત અનંતવીર્ય પણ બખ્તર પહેરી રથ ઉપર આરૂઢ થઈ શસ્ત્રો ગ્રહણ કરીને તેની સાથે યુદ્ધ કરવા તૈયાર થયા. તે વખતે તેમનું તુમુલ યુદ્ધ થયું, ઘણા સુભટે મરાયા, હાથી ઘોડાની તે સંખ્યા જ ન રહી, લેહીની નદીઓ વહેવા લાગી. દમિતારિ રાજાએ મૂકેલાં સર્વ શસ્ત્રોને અનંતવી કાપી : . નાંખ્યા એટલે તે પ્રતિવાસુદેવે દેદીપ્યમાન મહા તીક્ષ્ણ ચક્ર અનંતવીર્ય ઉપર મૂક્યું. તે ચક્ર વાસુદેવના હૃદયમાં તુંબરૂપે કાંઈક પ્રહાર કરી તેનાજ હાથમાં આવીને સ્થિત થયું ત્યારે વિષણુએ તે ચક હાથમાં રાખી પ્રતિવાસુદેવને કહ્યું કે –“હે દમિતારિ રાજા ! તું યુદ્ધને ત્યાગ કરી મારી સેવા અંગીકાર કરી સુખેથી રાજ્ય ભેગવ, ફેગટ મરણ ન પામ, તું કનકશ્રીને પિતા છે તેથી હું તને છેડી દઉં છું.” તે સાંભળી તે બે કે–“તું એ વિચાર ન કરતાં મારી ઉપર ચક્ર મૂક નહીં તે આ તીર્ણ ખર્ક વડે ચક્રના અને તારા બંનેના કકડા . * આભરણ વિશેષ જણાય છે. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust