________________ શ્રી શાંતિનાથ ચરિત્ર. ચતુર, શત્રુરૂપી વૃક્ષોનું ઉમૂલન કરવામાં હસ્તી સમાન અને ઔદાર્ય, ધૈર્ય, ગાંભીર્ય વિગેરે ગુણોને આધાર હતા. તેના વામ (ડાબા) અંગને હરણ કરનારી અને શાળરૂપી અલંકારને ધારણ કરનારી બે ભાયીઓ હતી. પહેલી અભિનંદિતા અને બીજી સિંહનંદિતા. એકદા પહેલી પ્રિયા તુસ્નાન કર્યા પછી તેજ દિવસે રાત્રે સુખશય્યામાં સુતી હતી અને તેના શરીરના ધાતુઓ સમભાવે વર્તતા હતા, તે વખતે સ્વનામાં તેણે કિરણ વડે શોભતા અને અંધકારને નાશ કરતા સૂર્ય તથા ચંદ્રને પોતાના ખોળામાં બેઠેલા જોયા. તે જોઈ જાગૃત થયેલી રાણું અત્યંત હર્ષ પામી. તેણએ પિતાની બુદ્ધિથી વિચાર્યું કે - “શાસ્ત્રકારે કહે છે કે શુભ સ્વપ્ન જોઈને કેઈની પાસે કહેવું નહીં, તેમજ નિદ્રા પણ લેવી નહીં. વિગેરે” એમ વિચારી તે જાગતી જ રહી. પછી પ્રાતઃકાળે તે સ્વપ્ન તેણુએ પોતાના પતિને કહ્યું. ત્યારે રાજાએ પોતાની બુદ્ધિથી અને શાસ્ત્રદૃષ્ટિથી પણ વિચાર કરીને પ્રસન્ન વાણીવડે પિતાની પ્રિયાને તે સ્વપ્નનું ફળ આ પ્રમાણે કહ્યું કે –“હે દેવી! આ સ્વપનના પ્રભાવથી પૃથ્વી પર પ્રખ્યાત અને કુળને ઉદ્યોત કરનાર બે પુત્રો તને થશે.” તે સાંભળી રાજાની પ્રિયા અત્યંત હર્ષ . પામી. ત્યારપછી બે ગર્ભને ધારણ કરતી તે અત્યંત ભવા લાગી. ગર્ભસ્થિતિ પૂર્ણ થઈ ત્યારે તેણુએ શુભ ગ્રહની દષ્ટિવાળા ઉત્તમ લગ્નને સમયે બે પુત્રોને જન્મ આપે. પિતાએ મહોત્સવ - પૂર્વક દશ દિવસ વીત્યા બાદ તે પુત્રોનાં દુષણ અને બિંદુષણ એવાં નામ પાડ્યાં. લાલન પાલન કરાતા તે બન્ને પુત્ર વૃદ્ધિ પામી અનુક્રમે આઠ વર્ષના થયા, ત્યારે રાજાએ તે બન્નેને કળાચાર્ય પાસે ભણવા મોકલ્યા. ત્યાં તેઓએ કળાઓને અભ્યાસ કર્યો. અનુક્રમે તેઓ યુવાવસ્થા પામ્યા. આ અવસરે આજ ભરતક્ષેત્રમાં આવેલા મગધ નામના દેશમાં લક્ષમીથી ભરપુર અચળ નામનું ગામ છે. તેમાં ધરણિજટ તે નામને વેદ અને વેદાંગમાં નિપુણ એક બ્રાહ્મણ રહેતે હતે. P.P.AC Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust