________________ - પંચમ પરિચ્છેદ (45) 1 આશ્ચર્યાસ્તબ્ધ બની ગયે. આવા માણસને તે વધ જ કરે | જોઈએ એમ માની હાથમાં તલવાર લઇ તેની પાછળ દોડ્યો. પણ તે પછી શું બન્યું તે બરાબર કહી શકતો નથી. 1 પેલા કુટીલ પુરૂષે કોઈ મોહિની વિદ્યાને ઉપગ કર્યો કે કેણ જાણે શું બન્યું, પણ દેડતાં દોડતાં આ ઉદ્યાનમાં આવ્યું અને અહીં શ્રી ગષભદેવ ભગવાનનું સુંદર મંદિર છે એમ જાણું દર્શનાર્થે મંદિરમાં પેઠે. ચૈત્યવંદન કરી છે : વારે બહાર આવ્યો. બહાર આવતાં જ, જવલનપ્રભે મોકલેલો એક દૂત મને મળ્યો. તેણે એકાંતમાં લઈ જઈ કહ્યું -" તમે તમારી બહેનને બચાવવા માટે દેવ નીકળ્યા હતા, ખરું ને ?" મેં લજી ને સંકેચને લીધે કઈ જવાબ ન આપે. મારી આ શોચનીય દશા દૂત સમજી ગયે. તે બે - “બહેન અને તેનું હરણ એ બધું માયા–ભ્રમણા જ છે. ખરું જોતાં એ તમારી બહેન - ન હતી અને તેનું કઈ દુષ્ટ પુરૂષે હરણ પણ નથી કર્યું. | તમને ભરમાવવાની ખાતર કનકપ્રભે જ પોતાની વિદ્યાના જોરે - આ બધી જાદુગરી રચી હતી.” આનંદ, સંતેષ ને આશ્ચર્યની મિશ્ર લાગણીઓના વમIળમાં હું તણાવા લાગ્યો. મેં પૂછ્યું -" પણ કનકપ્રભ મને –શા સારૂ ભરમાવે ? મેં એનું શું બગાડયું હતું ?" - દૂતે જવાબ આપેઃ “એ આવ્યો તે હતો જ્વલનપ્રભને છળવા માટે, કારણ કે જવલનપ્રભ જે રોહિણી વિદ્યા સાધે તો કનકપ્રભ નિસ્તેજ બની જાય એમ હતું, પરંતુ તે જવલનપ્રભને ડગાવી શકો નહીં, એને બદલે તમે એની માયાજાલમાં સપડાયા અને અહીં સુધી ખેંચાઈ આવ્યા. " P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust