________________ ચતુર્થ પરિચ્છેદ. (39) " આપ કોણ છે ?" મેં પૂછ્યું. - તત્કાળ તો તેણે કઈ ઉત્તર ન આપે, પણ તેણે મને જે સરસ, નેહભર્યો ઉપદેશ દીધો એટલું જ નહીં પણ મને સ્વસ્થ કરવા તેણે મારી જે જે સેવાઓ કરી તે જોયા પછી તે આ કેઈ દેવપુરૂષ હોવો જોઈએ એમ લાગ્યું. રણસંગ્રામની અંદર વિજય મેળવનાર શુરવીર પુરૂષો દુનિયામાં પારવિનાના મળી આવે, ઋધિ-સમૃદ્ધિમાં કુબેરને પરાભવ પમાડે એવા - પુરૂષે પણ અસંખ્ય પાકતા હશે; પરંતુ બીજાનાં દુઃખ જોયાં પછી જેમનાં હૃદય દયા, અનુકંપા કે સહુદયતાથી ધ્રુજતાં હોય એવા પુરૂષે તો ગણ્યાગાંઠયા જ હોય છે અને આ પુરૂષ આવી જ કોટીને છે એવી મને સંપૂર્ણ ખાત્રી થઈ. ' તે પછી આ અજાણ્યા પુરૂષે પિતાને જે આત્મવૃતાંત સંભ લાવ્યું તે જાણ્યા પછી મારું દુઃખ કે મારે વિરહસંતાપ એની વેદના પાસે કઈ બીસાતમાં ન ગણાય એમ લાગ્યું. ખરેખર, દુનીયામાં દુઃખી માણસો પણ એક-બીજા કરતાં ચી જાય એવા હોય છે. - " તમે તો મારા કરતાં હજારગણું ભાગ્યશાળી છેઃ આત્મઘાત કરવા જેવું કંઈ કારણું તમને નથી. દુનીયામાં સૌથી વિશેષ દુઃખી જે કઈ હોય તે તે હું ગણાઉં. " એમ કહી અજાણ્યા પુરૂષે મને ખૂબ આશ્વાસન આપવા માંડ્યું. હું ભાગ્યશાળી શી રીતે એ પ્રશ્નના ઉત્તરમાં તેણે કેટલીક એવી વાત કહી કે જે મારા માટે તદ્દન નવીન હતી અને આવા સંગમાં જે મેં પ્રાણ છોડ્યા હતા તે મારે ઘણે ભારે પશ્ચાત્તાપ ભવભવ કરે પડત. એક વાત તે તેણે એવી કહી કે કનકમાળા રાજીખુશીથી નવાહનને વરવા માગે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust