________________ ચતુર્થ પરિચછેદ. (37) પ્રકારના વિરોધ વગર નભે વાહનને વરવાની છે એમ જાણ્યા પછી જગતમાં જીવવા જેવું કઈ હોય એમ ન લાગ્યું. ભાનુવેગે મને કહ્યું - “તેં પ્રથમ જે સ્વમ જેયું હતું તેને અર્થ હવે કઈંક કઇંક સમજાય છે. સ્વપ્નમાં તેં જે પુષ્પમાળા જોઈ હતી તે આ કનકમાળાના સ્થાને જ હશે. કેઈક પુરૂષના પ્રતાપે જેમ સ્વપ્નમાં તને પુષ્પમાળા પાછી મળી તેમ કનકમાળા પણ તને છેવટે મળવી જોઈએ એમ મને લાગે છે. એકંદરે સ્વમનું પરિણામ આશાજનક લાગે છે.” પણ હું તે બધી આશા ખેાઈ બેઠે હતો. કનકમાળાનું ભાવી નકકી થઈ ચૂકયું હતું. એક અજાણ્યા પુરૂષ કોણ જાણે કયાંથી આવી, લગ્ન કરી, અહીંથી ઉપાડીને ચાલ્યા જશે અને હું જીવતે છતાં મરેલા જે એ સઘળું જોઈ બેસી રહીશ. મને મારી જાત ઉપર તિરસ્કાર છૂટ્યો. આશાના બધા દિવસે આથમી ચૂક્યા હતા. મારે હવે શું કરવું? ઉદ્વેગથી ઘેરાએલે–ગાંડા જે હું ચૂપચાપ ઘરની બહાર નીકળ્યો અને જે ઉદ્યાનમાં મને પહેલવહેલા કનકમાળાના દર્શન થયા હતા તે જ ઉદ્યાનમાં ગયે. જીવનને રસ સૂકાઈ ગયો હતે. હિમ્મત કે ધર્યના માર્ગે જવાને બદલે હું ઉંધા જ માર્ગો ઉતરી પડ્યો. હું વિચાર કરવા લાગ્યા : મારા જીવતાં–મારી નજર સામે મારી કનકમાળા, અન્યના હાથમાં જઈ પડે તે કરતાં તે આ જીવનને અહીં જ અંત આણ એ શું યોગ્ય નથી ? કનકમાળાના વિરહ પછી, આ હૃદયને સંતાપ શાંત થાય એ અસંભવિત છે. એ રીતે સદાને P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust