________________ (342) સતી સુરસુંદરી. પુણ્યનું બળ ચાલતું હોય છે ત્યાં સુધી જ ચંદ્રબળ, ગ્રહબળ, તારાબળ, પૃથ્વીબળ કામ આવે છે, અને પુણ્યબળ હોય ત્યાં સુધી જ મનવાંછિત અર્થ સિદ્ધ થાય છે. સર્જનનું સજનપણું પણ પુણ્યબળ હોય તેટલી ઘી જ ટકી રહે છે. મુદ્રામંડળ, તંત્રમંત્રને મહિમા અને પુરૂષાર્થ પણ પુણ્યબળને લીધે જ ફળે છે. પુણ્ય નથી તે કઈં જ નથી. પુણ્યને ક્ષય થતાં જ બધાં બળ કરમાઈને ખરી પડે છે. જિનપ્રભુ પ્રસન્ન તે કેમ થાય ? रागादयो हि रिपवो जिननायकेनाजीयन्त ये निजबलाद् बलिनोऽपि बाढम् // पुष्णन्ति ताब् जडधियो हृदयालये ये, तेषां प्रसीदति कथं जगतामधीशः // રાગાદિક શત્રુઓ મહાપ્રબળ છે. આવા બળવાન શત્રુએને શ્રી જિનેંદ્ર ભગવાને પરાભવ કર્યો છે–એ શત્રુઓને જીતી લીધા છે. હવે જે જડબુદ્ધિવાળાં પ્રાણીઓ એ શત્રુઓ-૯ ને પોતાના મનમંદિરની અંદર પધરાવે–એ શત્રુઓને પોષે તેની ઉપર શ્રી વીતરાગ પરમાત્મા પ્રસન્ન તે શી રીતે થાય ? એને શિવસુખ શી રીતે મળે ? વસ્તુતઃ જિનપ્રભુ એની ઉપર પ્રસન્ન ન થાય અને શિવ સુખ પણ ન મળે. મનુષ્યની વિશેષતા. आहारनिद्राभयमथुनं च, समानमेतत् पशुभिर्नराणाम् / धर्मो हि तेषामधिको विशेषो, धर्मेण हीनाः पशुभिः समानाः॥ આહાર, ઉંધ, ભય અને મૈથુન એ ચારે ક્રિયાઓ મનુ– P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust