________________ (320 ) સતી સુરસુંદરી. - જ્યાંસુધી હદયમાં રાગ સંબંધી મૂઢતા હોય છે ત્યાં સુધી જ આ સંસારના અસાર વિષ સુખરૂપ લાગે છે. બાકી જે ઘીએ તત્ત્વને બોધ થાય અને આ સંસારને વિચાર ઉપજે તે વારે વિષય શું? સુખ શું? અને પરિગ્રહ પણ શું ? . પછી કયાંઇ આસક્તિ રહેતી નથી. માત્ર અજ્ઞાનતાને લીધે જ રાગ-દ્વેષમાંથી પરિણમતી વેદનાઓ વેઠવી પડે છે. ધમણુના જે માણસ. म यस्य धर्मविहीनानि, दिनान्यायान्ति यान्ति च / स लोहकारभस्लेव, श्वसन्नपि न जीवति // દશ દ્રષ્ટાંતે દુર્લભ એ મનુષ્યભવ પામ્યા પછી પણ જે માણસ ધમની કરણ કર્યા વિના દિવસે ગુમાવે છે તેને લુહારની ધમણ જે જ માન. ધમણ વાસેવાસ લે છે પણ તે કંઈ માણસ નથી. ધર્મવિહીનનું જીવન પણ ધમણ જેવું સમજવું. ગુરૂઃ એક દીપક છે. विना गुरुभ्यो गुणनीरधिभ्यो-जानाति धर्म न विचक्षणोऽपि / विना प्रदीपं शुभलोचनोऽपि, निरीक्षते नैव पदार्थसार्थम् // ગુણરૂપી રને મેળવવામાં સમુદ્રરૂપ એવા સદ્ગુરૂઓને લિાભ ન મળે ત્યાં સુધી વિચક્ષણ પુરૂષ પણ ધર્મને બરાબર સમજી શકતા નથી. આંખે ગમે એવી વિશાળ અને સ્વચ્છ હોય તે પણ અંધકારમાં રહેલી વસ્તુને જવા દીપકની જરૂર પડે. ગુરૂ એ દીપક છે. સદ્દગુરૂની સહાય વિના સુજ્ઞને પણ ફાંફાં જ મારવા પડે છે. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust