________________ મારા પ્રસ્તાવના. * Rult શ્રી ધનેશ્વર મુનિએ વિ. સં. 1095 માં રચેલી આ સુરસુંદરી કથા જૈન સમાજમાં બહુ આદરને પાત્ર મનાય છે. ગ્રંથકારના સમય, એમના પાંડિત્ય અને કથામાં રહેલા કાવ્યરસના વિષયમાં મૂળ અનુવાદક આચાર્ય શ્રી અજિતસાગરસૂરિએ ખૂબ વિસ્તારથી વિવેચન કર્યું છે. એની એ જ વાત પુનરૂકિત રૂપે ફરી અહીં ઉતારવાની જરૂર નથી. કથાનક એટલું તે સુગમ અને મનહર છે કે બાળકો અને સ્ત્રીઓ પણ એના રસનો સુખેથી ઉપભોગ કરી શકે. ગ્રંથકાર પોતે કહે છે કે રાગરૂપી આગ અને દ્વેષરૂપી કાળા નાગને શાંત કરવામાં આ સુરસુંદરી કથા જળ અને મંત્રની ઉપમાને યોગ્ય છે. અને જે કોઈ વાંચક આ કથા એક વાર નિરાંતે-શાંત હૈયે વાંચશે તેના અંતરમાં એ જળ તથા મંત્રની અસર થયા વિના નહિ રહે. વૈરથી ધમધમતા અને રાગ-મેહથી મૂંઝાતાં હૈયાંને શાંત તથા સ્તબ્ધ બનાવવાની કળામાં શ્રી ધનેશ્વર મુનિ એક પરમ પારંગત પુરૂષ છે. રાગ-દ્વેષ, મેહ અને વેરના હિલોળાથી સંસારસમુદ્રમાં આમછે તેમ આથડતાં, અનેક કષ્ટોની પરંપરા વેઠતા અને ત્રાય ત્રિાય પિકા{ રતાં માનવીઓને પરમ સુખના પંથે લઈ જવા સારૂ શ્રી P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust