________________ (284 ) : સતી સુરસુંદરી. તમને સંસારમાં જે કાંઈ સારરૂપ જણાતું હોય તો એ ભ્રમણ છે. સંસાર સેંકડે દુઃખના હેતુરૂપ છે, એટલું સમજીને શ્રી જિનેંદ્રભગવાને કહેલા ધર્મને વિષે તમે ઉઘુકત થાઓ. આ અનાદિ અનંત ભવરૂપી સમુદ્રમાં અનેક વાર પરિભ્રમણ કરતાં બહુ પુણ્યાગને લીધે અપૂર્વ એવી આ દુર્લભ ધર્મસામગ્રી પ્રાપ્ત થઈ છે તેને તમે નિષ્ફળ ન કરે. ચારાશી લાખ જીવાનીથી વ્યાપ્ત એવા આ સંસારમાં ફરીથી આ મનુષ્યભવ મળ બહુ દુર્લભ છે.–અને એમાં એ જૈનધર્મનું શરણ મળવું એ તે બહુ વિકટ છે. માટે હે ભવ્યાત્માઓ ! શ્રી જિનેંદ્રભગવાને કહેલા દીક્ષાવ્રતને તમે ગ્રહણ કરે, સર્વ સુખમય એવા સંયમનું આરાધન કરે અને આ સંસારને ત્યાગ કરી ઉત્તમ એવી સિદ્ધિને વરે.” . (–પંચમ પરિચ્છેદમાં ) . (3) દંડવિરત કેવલી ભગવાનને ઉપદેશ. હે ભવ્ય લોક ! આ સંસારસાગરમાં અતિ દુર્લભ એવે મનુષ્યભવ પામીને તમે શ્રી જિદ્રભગવાને કહેલા સમ્યફત્વધર્મમાં ઉઘુક્ત થાઓ, જેથી આ ભવાટવીમાં તમારે વારંવાર પરિભ્રમણ કરવું પડે નહીં. ધમ વિનાને માનવભવ વૃથા છે, દાંત વિનાને હાથી જેમ નકામો છે, શીઘ્રગતિ વિનાને ઘેડ જેમ નકામે છે, ચંદ્ર વિનાની રાત્રી જેમ નકામી છે, સુગંધ વિનાનાં પુષ્પો જેમ નકામાં છે, જળ વિનાનું સરોવર જેમ નકામું છે, છાયા વિનાનાં વૃક્ષ જેમ નકામાં છે, લાવણ્ય P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust