________________ ઉપદેશધારા. ( 1 ) શ્રી સુરવાહન કેવળી ભગવાને ચિત્રકૂટ શિખર ઉપર વહાવેલી ઉપદેશધારા. - “હે ભવ્યાત્માઓ! આ અસાર સંસારમાં પરિભ્રમણ કરતા અને કર્મને આધીન બનેલા જીને મનુષ્યભવ મળ બહું દુર્લભ છે. મનુષ્યત્વ પણ મૃત્યુ અને ઘડપણુથી વ્યાપ્ત જ રહે છે. રોગ, શોક અને વ્યાધીઓનું સ્થાન ગણાય છે. મનુખ્યને અણધાર્યા અનેક શારીરિક તેમજ માનસિક દુઃખ ભેગવવાં પડે છે. મનુષ્યો જે લક્ષ્મી મેળવે છે અને અહંકાર કરે છે, તે પણ પવનથી કંપતા દવાના છેડા જેવી જ ચંચળ છે. સ્વજને અને સગાં-સંબંધીઓને નેહ પણ અસ્થિર છે. વિષયસુખ પરિણામે તે દારૂણ દુઃખ અને નરકાદિના હેતુરૂપ જ બને છે. મિસ્યા વિકલ્પને લીધે માણસને સંસાર સુખરૂપ ભાસે છે, પણ એ જાણતો નથી કે માથા ઉપર મૃત્યરૂપી સુભટ પ્રાણએના સમુદાય ઉપર સદા ઝઝુમી જ રહ્યો હોય છે. આ પ્રમાણે સંસારની સ્થિતિ સમજી-વિચારી માનવદેહના સારરૂપ વ્રત પાલન કરવાં, સુપાત્રને સદબુદ્ધિથી દાન આપવા અને કઈ પણ પ્રાણને આપણી ઉપર અરૂચી થાય નહીં એ વહેવાર રાખવો એ જ ખરી કમાણી છે. દુર્લભ મનુષ્યભવ પામીને સદબુદ્ધિને ઉપયોગ કરે. કેવળી ભગવાને પ્રરૂપેલા સમ્યગૂ ધર્મ સિવાય આ સંસારચક્રથી ભય પામેલા અને ભવસાગરમાં ડૂબેલા P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust