________________ :22) સતી સુરસુંદરીવખત અહીં પડી રહેવું ઠીક ન લાગ્યું. સંઘના માણસે પણ પ્રયાણને માટે અધીરા થયા. - “કહેતાં જીભ નથી ઉપડતીઃ પણ જે રાજીખુશીથી રજા -આપે તે આગળ પ્રયાણ કરીએ” એક દિવસ ધનદેવે સુપ્રતિઇને કહ્યું. - “સંગને અંતે વિગ નિમએલે જ હોય છે. આપ સૌ અહીં સદાને માટે રહી જાઓ એ અસંભવિત છે, એ મારા ધ્યાન બહાર નથી. એક દિવસે મારે આપને રજા આપવી પડશે અને આપને સ્વદેશ તરફ પ્રયાણ કરવું પડશે એમાં પહેલેથી જ મને કોઈ જાતને શક નથી; પણ આપને મારી રજા રાજીખુશીથી જોઈતી હોય તે મારી એક સરત આપને કબૂલવી પડશે.” સુપ્રતિષ્ઠ નેહપૂર્વક ઉચ્ચાયું. ધનદેવની જીજ્ઞાસા ઉશ્કેરાઈઃ “ખુશીથી કહી ઘો. આપની સરત હું માથે ચડાવીશ” ધનદેવે કહ્યું. તે સમજતો હતું કે સુપ્રતિષ્ઠ ફરીવાર અવકાશે આ પલ્લીમાં આવી જવાને આગ્રહ કરશે અથવા તે બે-ચાર દિવસ વધુ રોકવા વિનવશે અને એક મિત્ર એવી સરત મૂકે તે નેહીઓએ સ્વીકારવી જ જોઈએ એમ તે માનતે. પણ ધનદેવની એ ધારણા છેટી નીવડી. સુપ્રતિષ્ઠ અત્યાર સુધી પિતાના હાથમાં છુપાવી રાખેલ મણિ ધનદેવ આગળ મૂક્યો અને કહ્યું: “મારી આટલી ભેટ આપને અંગીકાર કરવી પડશે. મારી પહેલી અને છેલ્લી એ જ સરત છે.” | મણિની દિવ્યતા પ્રથમ દર્શને જ દેખાઈ આવે એવી હતી. તેની ઉજવળતા અપૂર્વ હતી. શુદ્ધ કિરણેને સમૂહ દિશા P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust