________________ (266) સતી સુરસુંદરી દિવસે જતા ગયા તેમ તેમ ગર્ભનાં ચિહે અધિકાધિક સ્પષ્ટતર થવા લાગ્યાં. એ રીતે પ્રસવને સમય પણ નજીક આવી પહોંચે. ચંદ્રની ગતિ મૂળ નક્ષત્રમાં હતી, લગ્નસ્થાનમાં પાપગ્રહ પડેલા હતા અને અશુભસૂચક વિષ્ટિ નામે કરણ ચાલતું હતું તે વખતે સુરસુંદરીએ મહાકણે એક પુત્રને જન્મ આપે. રાજાના અંતરમાં એ ક્ષણે અકારણે ત્રાસ ઉપજ્યા. એણે એક સારા જોતિષીને બોલાવી પૂછયું: ' " હે નૈમિત્તિક! મારે ત્યાં આ પુત્રને જન્મ કેવા કાળમાં થયે છે તે બરાબર ગણત્રી કરીને મને કહે. એ કે ગુણવાનું થશે તે હું તમારી પાસેથી જાણવા માગું છું.” - તિષીએ બધી બાબતેનો વિચાર કરી નિરાશાને એક દીઘનિશ્વાસ મૂકો. રાજા અને અર્થ કળી ગયે. જ્યોતિષીએ કહ્યું - “પિતાને સુખકારી નીવડે એ મુદ્દલ સંભવ નથી. પિતાને ઘેર આ પુત્ર માટે થાય તે એ કુળ તથા રાજ્યલક્ષમીને પણ નાશ કરે એવાં સ્પષ્ટ નિમિત્તે છે. આપને માઠું લાગે એ આ પ્રસંગ છે પરન્ત મારે ખરેખરી વાત જ આપને કહી દેવી જોઈએ. જ્યાં સુધી આપ એનું મુખ નહીં જુવે ત્યાં સુધી જ આપનું કલ્યાણ છે, અને જે ઘડીએ આપ એનું હતું જે તે વખતે આપના પ્રાણુ ઓફતમાં છે એમ સમજી રાખજે.” “મને તમારા જેવા મધ્યસ્થ અને તોના જાણકાર યથાર્થ વાત કહે તે બદલ ક્રોધ કરવાપણું ન હોય. શાસ્ત્રબુદ્ધિથી તમે કહેલા વચન ઉપર મારે પૂરો વિશ્વાસ છે.” સંક્ષુબ્ધ હૃદયે ભૂપતિએ એટલું ઉચ્ચાર્યું અને દેવજ્ઞને સન્માનપૂર્વક વિદાય કર્યા. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust