________________ જોડશ પરિચછેદ ( 259 ) બિ બી પધરાવ્યા, ઘણી ઘણી સંઘ-પૂજા કરી અને ઘણી ઘણી તીર્થયાત્રાઓ પણ કરી. ધર્મક્રિયામાં એ જેમ અહાનિશ ઉદ્યત રહે તેમ વિવિધ પ્રકારનાં ક્રીડાવિલાસમાં પણ તે -ઘણ રસિક હતે. શિષ્ટ પુરૂષોને સંમત, પૂર્વજોએ પ્રવર્તાવેલા આચાર અને લૌકિક વિધિઓનું તે બરાબર પાલન કરતા. એ રીતે કેટલાયે લક્ષપૂર્વ વર્ષ વ્યતીત થઈ ગયા. પુયપ્રકૃતિને લીધે એને કયાંઈ વિન કે વિપત્તિ જેવું ન નડ્યું. એક દિવસે સુરસુંદરી પોતાના સ્વામીની પાસે જ સુસજિજત શસ્યામાં સૂતી હતી એ વખતે તેણીને એક રૂમ ઉપયું જાણે કે ભયંકર કાળો નાગ પોતાના સ્વામીને અને પતાને પણ ડશીને પાછો સુરસુંદરીના ઉદરમાં સમાઈ જતે હોય એમ લાગ્યું. આ સ્વમ જોતાં જ સુરસુંદરીની ઉંઘ ઉર્ડ ગઈ. તે એકદમ ઉઠી, બીછાનામાં બેઠી. વિચાર કરતાં આવા માઠાં સ્વપનની વિગત સ્વામીને કહી સંભળાવવામાં કંઈ જ સાર નથી એ નિશ્ચય કરી, પંચ પરમેષ્ઠીનું સ્મરણ કરવા લાગી. એટલામાં આસપાસથી પ્રભાતીયાના અવાજ આવ્યા, વાજિંત્રવાહકોએ ચોઘયાં વગાડવા શરૂ કર્યા અને મકરકેતુ પણ જાગી ગયે. | નવકારમંત્રનું સ્મરણ કરી, સ્નાનાદિથી નિવૃત્ત બની મકરકેતુ ચૈત્યભવનમાં ગયે અને વિધિપૂર્વક ભગવાનની પૂજા કરી, ચૈત્યવંદન તથા યથાશક્તિ પચ્ચખાણ ઉચ્ચારી તે પાછો પિતાના આસ્થાનમંડપને વિષે પ્રવે. અહીં વારાંગનાઓ રાજાના શરીરે ચંદનાદિને વિલેપ કરવા તૈયાર જ હતી, ધવારમાં જ એ કામ અપાયું. એ પછી રાજા પિતાની સુરસુંદરી વિગેરે રાણુઓને એક P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust