________________ ( 256 ) સતી સુરસુંદરી માંડ્યો. સર્વ સુનિઓ ગુરુ મહારાજને વિનય તથા વૈયાવચ કરવા લાગ્યા. વિનય જ ગુરૂકૃપા સંપાદન કરે છે અને ગુરૂકૃપાથી સર્વ વિદ્યાઓ સિદ્ધ થાય છે. ચિત્રવેગ મુનિએ ગુરૂની પાસે રહી ચાદ પૂર્વને અભ્યાસ શરૂ કર્યો. થોડા જ વખતમાં કઈક ન્યૂન પૂર્વધર તે થયા. પછી સુપ્રતિષ્ઠસૂરિ, ચિત્રવેગ મુનિને સૂરિપદવી આપીને અનશન વ્રત ગ્રહણ કરી વિશુદ્ધ આત્મભાવે નિર્વાણપદને પામ્યા. ચિત્રવેગસૂરિ ગામે ગામ વિહાર કરતાં પૃથ્વીતળને પાવન કરી રહ્યા. અનેક ભવ્યજને એમના ઉપદેશથી સબધ પામ્યા. સુત્રતા પ્રવત્તિની સ્વર્ગસ્થ થયા પછી, કનકમાળાએ સર્વ સાવીઓની સંમતિથી પ્રવત્તિનીનું પદ અંગીકાર કર્યું. ભવ્ય લેકને બોધ આપતા, તપશ્ચર્યાવડે શરીરને ક્ષીણ કરતા, સ્વસિદ્ધાંતના વિધિ પ્રમાણે મુનિઓને સિદ્ધાન્તનું સ્મરણ કરાવતા, મુમુક્ષુ જનેને શ્રીજિએ પ્રરૂપેલા ધર્મનું રહસ્ય સમજાવતા, સંચમના ઉતમાં ઉઘુક્ત અને શ્રમણોમાં પુરંદર સમાન તેજવી એવા શ્રી ચિત્રવેગ સૂરીશ્વર પિતાના ચરણસ્પર્શવડે પૃથ્વીને પવિત્ર તથા અલંકૃત કરી રહ્યા. - P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust