________________ (254) સતી સુરસુંદરી. કેટલાય દીક્ષા લેવા તૈયાર થઈ ગયા. વિશુદ્ધ લેશ્યાવડે વર્તમાન એવાં રાજા અને રાણીને ઉહાપોહ કરતાં જાતિમરણ જ્ઞાને ઉપર્યું. પૂર્વભવના મરણ માત્રથી એમના ઉભયના અંત સંગરંગથી રંગાઈ ગયાં. ચારિત્રાવરણીય કર્મને ક્ષય થતાં ચારિત્રના પરિણામ જાગ્રત થયાં. સંસારવાસથી ભય પામેલા મહારાજા અમરકેતુએ પિતાના સ્થાને પુત્રને રાજ્યાભિષેક કર્યો અને બીજી બધી વ્યવસ્થા કર્યા પછી કમલાવતી દેવી સાથે ગુરૂદેવની પાસે દીક્ષા અંગીકાર કરી. ધનદેવ શ્રેષ્ટીએ પણ શ્રીદેવ નામના પિતાના પુત્રને ગૃહભાર સેંપી, પિતાની સ્ત્રી સાથે દીક્ષાવ્રત ગ્રહણ કર્યું. ચિત્રવેગે પણ કામ–ભેગની ભયંકરતા નિઃસારતા અનુભવી ચિત્રગતિ આદિ વિદ્યારે સાથે ગુરૂ-મહારાજના ચરણકમળમાં પ્રવજ્યા ગ્રહણ કરી. * કનકમાળાએ પણ સૂરિજીના પ્રવચનથી પ્રબોધ પામી, પ્રિયંગુમંજરી વિગેરે વિદ્યાધરીઓ સાથે ચારિત્રવ્રત લીધું. નરવાહન રાજાએ પણ મકરકેતુને રાજ્ય સેંપી, સુપ્રતિષ્ઠ કેવળીભગવાન પાસે દીક્ષા લીધી. એ પ્રમાણે અમરકેતુ રાજાની સાથે વિદ્યાધર અને રાજાએ મળી દશ હજાર તેમજ કમલાવતી આદિ વીસ હજાર સ્ત્રી સહિત–એકંદરે ત્રીશ હજાર જણે શ્રી કેવલી ભગવાન પાસે એક સમયે દીક્ષા લીધી. એ સમયે સંનિહિત દેવતાઓએ તે સર્વ ભવ્ય અને વસ્ત્ર–પાત્રાદિક મુનિને યોગ્ય એવાં ઉપકરણો આપ્યા. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust