________________ ( 224 ) સતી સુરસુંદરી . પામ્યા પછી પિતાને પરમ સુખી માનવા લલચાયે હતો તેની શેચનીય દશા જોઈ કેની આંખમાંથી આંસુ પડ્યા વિના રહે છે સંસારીઓના સુખ લગભગ આવા પ્રકારના જ હોય છે. એક વખત રાજમહેલમાં સુખ માનનારાં આ સ્ત્રી-પુરૂષ હવે પિતાના કર્મને લીધે ગમે તેવું અન્ન ખાઈ, ગમે તેવું પાછું પી, ગમે તેવી ધરતી ઉપર પડી રહે છે. ઘેરઘેર ભીખ માગવા છતાં એમને કંઈ શરમ કે સંકેચ થતું નથી, એમના શરીરે વસ્ત્રને બદલે ફાટયા-તૂટયાં ચીંથરા વળગી રહ્યા છે, અંગ ઉપર ગાડાં ભરાય એટલો મેલ જામ્યો છે. કર્મની ગતિ કેટલી વિચિત્ર છે ? દેવતાઓ અને વિધિ પોતે પણ આ કર્મસત્તા આગળ લાચાર બની જાય છે. પુનઃ શ્રીકેવલી ભગવાન બોલ્યા. વિજયા નગરીમાં ધનવાહન રાજા પિતાની રાણું અનંગવતીમાં ઘણું આસક્તિ રાખી રહ્યા છે, પરંતુ પિતાના મોટાભાઈ સુધમ સૂરીશ્વરના ઉપદેશથી તેની આસક્તિ તૂટી અને તેણે અનંગવતી સાથે સૂરિજીની પાસે દીક્ષા ગ્રહણ કરી. ધનપતિ પણ બહુ સનેહાળ એવી વસુમતીની સાથે વિવિધ પ્રકારના ભેગ-વિલાસ સેવે છે. હવે મેહિલને જીવ વૈતાદ્યપર્વતની ઉત્તરશ્રેણીમાં વૈજયંત નગરીની અંદર ચિત્રાંગદની પૃથિવી નામે સ્ત્રીની કુક્ષિને વિષે સુમંગળ નામ પુત્રપણે ઉત્પન્ન થયે. સુમંગળે ઘણી વિદ્યાઓ સિદ્ધ કરી હતી. એક દિવસે તે આકાશમાર્ગે જતો હતો એટલામાં મેખલાવતીનીએક અગાસીમાં તેણે વસુમતીને સ્નાન કરતી જોઈ. પૂર્વભવના અભ્યાસને લીધે જોતાં જ તે વસુમતીના રૂપમાં આંધળે બન્યો. સુમંગળ પિતાની વિદ્યાના બળે ધનપતિનું સ્વરૂપ લીધું અને એ રીતે વસુમતી સાથે તે ભેગ-વિલાસ ભેગવી રહ્યો. સાચા P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust