________________ (206) સતી સુરસુંદરી. તેને વધાવવા ઉભે થયે, ત્યાં તો તે પોતે જ મને પ્રેમથી ભેટી પડ્યો. - “ભદ્ર! તું મને ઓળખી શકે છે?” અપરિચિત દેવકુમારે પૂછયું. " હું આપને બરાબર ઓળખી શકતું નથી. " મે કયાં સુધી તેની તરફ તાકી તાકીને નીહાળ્યું, પણ પૂર્વની કંઈ ઓળખાણ હોય એમ ન લાગ્યું. " તમારે મારી ઉપર મેંટે ઉપકાર છે. યાદ છે કે એક દિવસે તમે જ એક લાખ સોનામહોર આપી, સુપ્રતિષ્ઠ પલ્લીપતિના પુત્ર જયસેનને, જેગીઓની જાળમાંથી બચાવી લીધો હતા. જયસેનને અંગરક્ષક હું પોતે એ વખતે દેવશર્માના નામથી ઓળખાતું હતું. હસ્તિનાપુરના મરમ ઉદ્યાનને. યાદ કરશો તે મારી વાત સહેલાઈથી આપ સમજી શકશે. - તે પછી જ્યારે તમારે સંઘ લૂંટાણે અને તમે અટવીમાં પલ્લીપતિ–સુપ્રતિષ્ઠની પાસે આવી રહ્યા ત્યારે પણ તમે મને જે હશે. છેલ્લે આપે મને, કુશાગ્રપુરમાંથી પાછા ફરતાં, બળી ગએલી સિંહગુહા પલીમાં ભારે દુર્દશા વચ્ચે ઘેરાયેલૈ જે હતો, તે ટાણે મારા બન્ને પગ કપાઈ ગયા હતા-મરવાની જ આઇસે જીવતો હતો. શસ્ત્રોના ઘણા ઘા વાગવાથી મારું શરીર જીણું થઈ ગયું હતું. તરસની અસહ્ય વેદના હું ભોગવી રહ્યો હતે. તમે જ એ વખતે મને પાણી અપાયું હતું, એટલું જ નહીં પણ તમે શ્રી અરિહંત ભગવાન, સુસાધુ અને કેવળીકથિત ધર્મને મર્મ સમજાવ્યા હતા. નવકારમંત્ર સંભળાવીને તમે જ મને સંસાર-સાગરના અનેકવિધ દુઃખમાંથી બચાવી લીધા છે. એ અસીમ ઉપકારને P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust