________________ (2) ધનદેવ અને સંઘના બીજા માણસે ભેજનની તૈયારી કરી ભાણું ઉપર બેસતા હતા એટલામાં જ ઝાડીમાંથી ભીલડાઓનું - એક મહોટું ટોળું બહાર આવ્યું અને સંઘના માણસને મારી 1 લૂંટ ચલાવવા લાગી ગયા. ભીલડાંનો દેખાવ અને તેમનો પહેરવેશ પણ એટલો વિચિત્ર ને ભયંકર હતો કે સંઘનાં - ઘણાખરાં માણસે ભય અને ગભરામણને લીધે દિમૂઢ જેવાં બની ગયાં. આત્મરક્ષણ શી રીતે કરવું એ તેમને ન સમજાયું. “પકડે! મારો ! લૂંટી લ્યો !" એવા શબ્દ ચોતરફ સંભળાવા લાગ્યા. અશક્ત ને નિઃશસ્ત્ર માણસ નાસી છૂટવા દોડધામ કરી રહ્યા. ધનદેવ એકલે હાથમાં વસુનંદક ખગ લઈ ભીલોની સામે લડવા બહાર પડ્યો. તેની અડગતા ને દ્રઢતા નીહાળી ભીલ જેવા ક્રૂર હિંસકના અંતરમાં એક પ્રકારને ખળભળાટ જપે. તેમને થયું કે આ માણસની અચળ ને નિર્ભય મુખમુદ્રા જ એવી છે કે તે એકલે સો કરતાં પણ અધિક ભીલને પૂરો પડે! " હેતના ઉમેદવારે જેટલા હોય તે બધા સામે આવી જાય!” . ધનદેવે ગંભીર મેઘની જેમ ગર્જના કરી અને વાદળ વચ્ચે વિજળી ઝબકે તેમ તેનું ખગ ઝળહળ્યું. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust