________________ (190 ) સતી સુરસુંદરી. એક વાર અમરકેતુ મહારાજા, કમલાવતી, સુરસુંદરી તથા બીજા કેટલાક આત્મીય બેઠા હતા તે વખતે એક પ્રવાસી જે લાગતે યુવાન રજા લઈ હાજર થયે. તેણે આવતાંની સાથે જ રાજાને પ્રણામ કરી મતીથી ભરેલો એક થાળ ભેટ મૂકો . - એ પ્રવાસી મહારાજને માનીત ધનદેવ વણિક પોતે જ હતું. તે સિંહલદ્વીપની જાત્રાએ જવા નીકળે હતું, પણ તેને અચાનક પિતાની પાસે આવેલ જોઈ મહારાજા બોલી ઉઠ્યા. “ધનદેવતું સિંહલદ્વીપની જાત્રાએ ગયો હતો ને? હજી એક મહિને પણ પૂરે નહી થયે હેય? ત્યાં પહોંચતાં ઘણું દિવસે થાય છે, છતાં તું કેમ આટલી ઉતાવળથી પાછો ફર્યો ?" " એ વૃતાંત રસદાયક છે આપને અતિ સંભળાવવા માટે જ અહીં આવ્યું છું.” ધનદેવે પ્રસ્તાવના બાંધી અને વિશેષમાં કહેવા માંડયું: સિંહલદ્વીપના થડ વેપારીઓએ મને ત્યાં જવાની પ્રેરણા આપી હતી એ હકીકત આપ જાણે છે. આપની રજા લઈ હું અહીંથી નીકળે અને ગંભીર નામના વેલાતટ ઉપર પહોંચે. આ નગરમાં મોટે ભાગે નાવિક જ વસે છે. સેપારી અને નાળિયેરના મોટા મોટા ગજ એવી રીતે ખડકાયેલા પડ્યાં હોય છે કે જાણે હસ્તી ઝુલતા હોય એવો ભાસ થાય,* હાથીદાંત, કપૂર, અગરૂ, ચંદન અને મેતી–માણિક્યને પણ કંઈ તોટો નથી. જાયફળ અને ઈલાયચી વિગેરે પણ એટલા બહોળા પ્રમાણમાં છે કે વિલાસી પુરૂષના સુખમાંથી નીકળતી સુગંધીને લીધે આસપાસનું વાતાવરણ પણ સુવાસિત બની અ ય છે કે જાણે તે અને તે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust