________________ (188) સતી સુરસુંદરી. પવિત્ર મનુ પણ દુઃખ ભોગવે છે. કમ જ ન હોય ત્યાંથી વિપત્તિના વાદળ ખેંચી આપે છે. સંસારમાં સૌ કોઈને કર્મની સત્તા માનવી પડે છે. કમને પ્રભાવ બહુ ગહન છે. કર્મ જ સુખ અને દુઃખનાં વાણાં–તાણું રચે છે. સુજ્ઞ સ્ત્રી-પુરુષ કમની લીલા જોઈ–અનુભવી ઉદાસ નથી બનતાં તેમ તારે પણ હવે ભૂતકાળને ભૂલી જઈ ઉદાસીનતાને ત્યાગ કરવા જોઈએ. તારાં લક્ષણે અને તેજસ્વીતા જોતાં મને લાગે છે કે અને સરકારના ભાગ કરશે તે વિદ્યાધરના ચકવતીની પત્ની થવાને ચગ્ય છે. વળી એ કુશાગ્રપુરમાંથી આવેલા એક પથિક પાસેથી કાનેકાન સાંભળ્યું છે કે જે વખતે નરવાહન રાજા અને તેના લડવૈયાઓ એ માટી આફતથી ઘેરાઈ વન્યા હતા અને બધે નિરાશાને અંધકાર છવાયે હતો તે વખતે ચકચકિત ખગને ધારણ કરનારા એક વિદ્યાધરે અચાનક ત્યાં આવી શત્રુંજય રાજાના ઘણા-ખરા સૈનિકને પરાભવ કર્યો હતો અને એ રીતે તેણે કુશાગ્રપુરને બળતી આગમાંથી બચાવી લીધું હતું. એ પથિકે કમલાવતી પાસે જે વાત કરી હતી તે મને બરાબર યાદ છે. તે કહેતા હતું કે એ અજા વિદ્યાધર આવ્યું તે પહેલાં કુશાગ્રપુર પરાજય પામવાની અણી ઉપર આવી ઉભું હતું. એમના ઘાસ અને અનના ભંડાર સળગાવી દેવામાં આવ્યાં હતા તેથી સેનિક અને નગરવાસીઓ ગભરાઈ ઉડ્યાં હતાં. કુશાગ્રપુરને કીલે પણ ઉપરાઉપરી પ્રહારને લીધે હચમચા ઉઠ્યો હતે. સદ્દભાગ્યે પેલા વિદ્યાધરની મદદ આવી પહોંચી અને હું સુરસુંદરી હું તને વધામણું આપું છું કે તારા પિતા ઉપરના-કુશાગ્રપુર ઉપર ઉપસર્ગ હવે તદ્દન શમી ગ છે. " P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust