________________ દ્વાદશ પરિચ્છેદ. ( 163 ) ઉદ્ગાર મને સંભળાવ્યા. પિતાના આદર્શમાં માતાપિતાની સમતિ મળે તે કઈ પુત્રીને આનંદ ન થાય ? મારાં માબાપ મારી પસંદગીમાં સંપૂર્ણ સહમત છે એ જાણી હું નિશ્ચિત બની. મારી ગભરામણ ઘણેખરે અંશે ઉદ્ય ગઈ. * છતાં માવઠ્ઠભનું પ્રત્યક્ષ દર્શન મેળવવાની તાલાવેલી અહોનિશ વધતી જ ચાલી. ચિત્રપટ એ મારા જીવનાધાર હતાચિત્રપટમાંની છબી નીરખીને જ હું રાત-દિવસ આશામાં ને આશામાં જ વીતાવી રહી. સખીઓ પણ હવે મારી બહે મશ્કરી નથી કરતી. એ પ્રમાણે કેટલાક દિવસે નીકળી ગયા. એક દિવસે સખીઓની સભા વચ્ચે હું બેઠી હતી. વિવિધ વાર્તાલાપ ચાલતો હતો એટલામાં એક અજાણી પરિવ્રાજક અમારી તરફ જ આવતી હોય એમ લાગ્યું. તેણીએ વ‘કલ વસ્ત્રો પહેર્યા હતાં. એક હાથમાં ચમરિકા હતી. કપાળમાં ગોરોચન-ચંદનનું મોટું તિલક કર્યું હતું. શાસ્ત્રીય જ્ઞાનના અભિમાનને લીધે તે કંઇક બેપરવા જેવી જણાતી હતી. પરિવ્રાજિકાએ અમારી પાસે આવી આશીર્વાદ આપ્યા એટલે અમે પણ એક અતિથિને આદર આપવાની બુદ્ધિથી એને અમારી પાસે બેસાડી. પરિવાજિકોને પોતાના પાંડિત્યનું અજીર્ણ થયું હતું. તે વગર પૂછયે કહેવા લાગીઃ " હે ! આ સંસારમાં મરજીમાં આ વે એવાં ભેજને ઉડાવવા અને યથેચ્છ વિલાસ-વૈભવ માણવા સિવાય બીજે કંઇ જ સાર નથી. આ લેકમાં અને પરલોકમાં પણ સુખી થવું હોય તે એક જ માર્ગ છે– ખૂબ ખાવ–પી અને મોજમજા ઉડાવે. " P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust